પ્રજ્ઞા અભિયાનનો યોગ વ્યાયામ : (ફ્રી ડાઉનલોડ)
November 28, 2008 2 Comments
એક્રોબેટ રીડર – પી.ડી.એફ. ફાઈલ
યોગ વ્યાયામ – દિશા અને ધારા
સ્વસ્થ અને સુખી જીવન મનુષ્યની પ્રથમ આવશ્યકતા છે. સમાજના કોઈપણ સ્તરની વ્યક્તિ સ્વસ્થ અને સુખી જીવનની જરૂરિયાતનો અનુભવ કરતી જ હોય છે. સ્વાસ્થ્ય ફક્ત શારીરિક જ નહીં, માનસિક અને આત્મિક પણ હોય છે. જે લોકો કેવળ શરીરને સ્વસ્થ રાખી સ્વસ્થ અને સુખી જીવનનો લાભ લેવા માગે છે તેઓ સફળ નહીં થઈ શકે. ભારતીય જીવનપદ્ધતિ તો હંમેશા શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્યનું મહત્વ દર્શાવતી રહી છે. આજના ચિકિત્સા વિજ્ઞાનીઓ પણ રોગોનું કારણ શરીર ઉપરાંત મનમાં પણ શોધવા લાગ્યા છે.
સમગ્ર સ્વાસ્થ્ય માટે યોગયુક્ત જીવન પદ્ધતિનું સમર્થન અને વિકાસ ઋષિએ કર્યો છે. યોગ યુક્ત જીવન પદ્ધતિમાં પોતાની ઈચ્છાઓ કામનાઓ, વિચાર, શારીરિક ચેષ્ટાઓ, આહારવિહાર, વિશ્રામ અને શ્રમ આ બધું સામેલ છે.
આજકાલ ‘યોગા’ ના નામ પર જે પ્રચાર ચાલ્યો છે એમાં લોકો યોગને શારીરિક વ્યાયામ સુધી જ સીમિત માને છે. એટલે સમગ્ર જીવનને સ્વસ્થ અને સુખી બનાવવાના પ્રયાસ એટલા સફળ નથી થતાં, જેટલા થવા જોઈએ.
યુગ નિર્માણ અભિયાન, જેને પ્રત્યક્ષ રૂપે ગાયત્રી પરિવાર ચલાવી રહ્યો છે તે ઋષિચિંતનમાંથી ઉત્પન્ન થયેલ એક વ્યાપક આંદોલન છે, જેમાં સ્વસ્થ શરીર, સ્વચ્છ મન અને સભ્ય સમાજ વિકસિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આમાં સ્વસ્થ શરીર પહેલું સૂત્ર છે, એટલે એમાં ઘણું સંશોધન અને પ્રચાર કર્યો છે. આ પુસ્તકમાં વિશેષ રૂપે સામાન્ય લોકોને ઉપયોગી વ્યાયામ બતાવવામાં આવ્યા છે. એ થોડા વ્યાયામમાં પણ યોગયુકત જીવનશૈલીમાં લાભકારક નિવડશે………….
વાચકોને વીનંતી કે, જો તમે આપ યોગ વ્યાયામ ફાઈલ ડાઉનલોડ કરો, તો અહીં નીચે કોમેન્ટ માટેની બારીમાં આપનો અભિપ્રાય અવશ્ય લખશો…..
Excellent File Congratulation
LikeLike
This book is really very needul for me. thaks for free download and others booky type of yoga pls send link me.
Thaks
LikeLike