ગાયત્રી મંત્રના બીજો અક્ષર “સ” અક્ષર | GP-3. શક્તિનો સદુપયોગ | ગાયત્રી વિદ્યા
December 7, 2008 1 Comment
શક્તિનો સદુપયોગ
ગાયત્રી મંત્રનો બીજો અક્ષર : “સ” શક્તિની પ્રાપ્તિ અને તેના સદુપયોગ બોધ આપે છે.
“સત્તાવન્તસ્તથા શૂરા: ક્ષત્રિયા લોકરક્ષકા: | અન્યાયાશક્તિસંબૂતા ધ્વંસયેયુર્હિ ત્વાષદ ॥
અર્થ – “સત્તાધારી, શૂરવીર તથા સંસારના રક્ષક ક્ષત્રિયો અન્યાય અને અશક્તિથી ઉત્પન્ન થનારી આપત્તિઓનો નાશ કરે.”
ક્ષત્રિયત્વ એક ગુણ છે. એ કોઈ વંશવિશેષમાં ઓછોવત્તો ભલે હોય, પરંતુ કોઈ એક વંશ કે જાતિ સુધી જ સીમિત હોઈ શકે નહીં. ક્ષત્રિયત્વનાં મૂખ્ય લક્ષણો છે-શૂરતા, ધૈર્ય, સાહસ, નિર્ભયતા, પુરુષાર્થ, દ્રઢતા, પ્રરાક્રમ વગેરે. આ ગુણ જેનામાં જેટલો ઓછો કે વધુ હોય એટલા જ અંશમાં તે ક્ષત્રિય છે.
શારીતિક પ્રતિભા, તેજ, સામર્થ્ય, શૌર્ય, પુરુષાર્થ અને સત્તાનું ક્ષાત્રબળ જેમની પાસે છે, એમનું પવિત્ર કર્તવ્ય છે કે તેઓ પોતાની શક્તિ દ્વારા નિર્બળોની રક્ષા કરે, તેમને ઉપર ઉઠાવે તથા અન્યાય, અત્યાચાર કરનારા દુષ્ટ પ્રકૃતિના લોકો સાથે સંઘર્ષ કરવામાં પોતાના પ્રાણનો પણ મોહ ન રાખે.
શક્તિ અને સત્તા ઈશ્વરકૃપાથી પ્રાપ્ત થનાર એક વારસો છે, જે મનુષ્યને એટલા માટે આપવામાં આવે છે કે એ તેના દ્વારા નિર્બળોની સહાયતા કરવાને બદલે એમનું શોષણ, દમન, ત્રાસ તથા પીડા કરે છે એ ક્ષત્રિય નહીં, અસુર છે. સામર્થ્યનો આસુરી ઉપયોગ કરવો એ મહાશક્તિનું સીધું અપમાન છે અને આ અપમાનનું ફળ એવું જ ભયંકર હોય છે કે જેવું મહાકાળી સાથે લડનારા મહિષાસુર આદિને મળ્યું હતું. વર્તમાનયુગમાં આ શક્તિનો દુરુપયોગ વધી ગયો છે, જેના ફલસ્વરૂપે છેલ્લાં વર્ષોમાં અનેક સત્તાધારીઓનું પતન થઈ ચૂકયું છે.
hu nathi janti saru ke narsu pan je ajan che, je na smaj che ene tara sath ni ghani jrurat che.
LikeLike