પ્રકૃતિનું અનુસરણ :
December 12, 2008 Leave a comment
પ્રકૃતિનું અનુસરણ :
ગાયત્રીનો સાતમો અક્ષર ‘ણિ’
કુદરતના સાંનિધ્યમાં રહીને તેપ્રમાણેનું
જીવન ગુજારવા માટે શિક્ષણ આપે છે.
ન્યસ્યન્તિ યે નરા: પાદાન્ પ્રકૃત્યાજ્ઞાનુસારત |
સ્વસ્થા: સન્તસ્તુ તે નૂનં રોગમુક્તા ભવન્તિ હિ ॥
અર્થ – “જે મનુષ્ય કુદરતના નિયમાનુસાર આહારવિહાર રાખે છે
તે પોતાનું જીવન બધા જ રોગોથી મુક્ત થઈને સ્વસ્થ રીતે વિતાવે છે..”
સ્વાસ્થ્યને સારું રાખવા અને સુધારવા માટેની જડીબુટ્ટી કુદરતના નિયમાનુસાર ચાલવું, કુદરતી આહારવિહારને અપનાવવાં અને કુદરતી જીવન પસાર કરવું તે છે. અકુદરતી, અસ્વાભાવિક, કૃત્રિમ, આડંબરી અને એશઆરામી જીવન જીવવાથી લોકો બીમાર પડે છે અને નાની વયમાં જ કાળનો કોળિયો બની જાય છે.
મનુષ્ય સિવાય બધાં જીવજંતુ, પશુ, પક્ષી, કુદરતના નિયમોનું પાલન કરે છે. ફળસ્વરૂપે ન તો તેઓને જાતજાતના રોગો લાગુ પડે છે કે નથી તેઓને વૈધ ડોકટરોની જરૂરત પડતી. જે પશુ-પક્ષી મનુષ્યો દ્વારા ઊછરી રહ્યાં છે અને અકુદરતી ખાનપાન અને રહેણીકરણી માટે લાચાર હોય, તેઓ પણ બીમાર પડે છે. તેમને માટે પશુઓનાં દવાખાનાં ખોલવામાં આવ્યાં છે, પરંતુ સ્વતંત્ર રીતે જંગલો અને મેદાનોમાં રહેનારાં પશુ-પક્ષીઓમાં ક્યાંય બીમારી કે નાદુરસ્તીનાં નામ પણ જોવા મળતું નથી. એટલું જ નહિ ક્યારેક કોઈ દુર્ઘટના કે અંદરઅંદરની લડાઈમાં જખમી કે અધમૂવાં થઈ જાય, છતાં પણ તેઓ પોતાની જાતે જ સારાં થઈ જાય છે. કુદરતના નિયમોનું પાલન તંદુરસ્તીનો સૌથી ઉત્તમ નિયમ છે.
પ્રતિભાવો