ગાયત્રીનો આઠમો અક્ષર ‘યં’ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
December 13, 2008 Leave a comment
શિષ્ટાચાર અને સહયોગ :
ગાયત્રીનો આઠમો અક્ષર ‘યં’ આપણને સહયોગ અને શિષ્ટાચાર શીખવે છે.
યથેચ્છતિ ફનસ્ત્વન્યૈ: સદાન્યેભ્ય્સ્તથાચરેત્ | નમ્ર: શિષ્ટ: કૃતજ્ઞશ્ચ સત્યસાહાચ્યવાન્ ભવેત્ ॥
અર્થ – “મનુષ્ય બીજા સાથે એવો જ વ્યવહાર કરે, જેવો પોતાના માટે બીજા દ્વારા ઈચ્છે છે. તેણે નમ્ર શિષ્ટ, કૃતજ્ઞ અને સચ્ચાઈ તથા સહયોગની ભાવનાવાળા થવું જોઈએ..”
શિષ્ટતા, સભ્યતા, આદર, સન્માન અને સહયોગની ભાવના માનવજીવનની સફળતા માટે જરૂરી બાબતો છે. કોણ એવું નથી ઈચ્છતું કે બીજી વ્યક્તિ તેની સાથે નમ્રતાથી બોલે, સભ્યતાથી વર્તે, જરૂર પડતાં તેને મદદ કરે અને તેનાથી કોઈ ભુલ થઈ જાય તો સહિષ્ણુતાનો પરિચય આપે. જયારે આપણી સાથે બીજા દ્વારા ઉત્તમ વ્યવહાર ઈચ્છીએ છીએ, તો સાથે આપણા માટે પણ જરૂરી બની જાય છે કે બીજાની સાથે તેવો જ વ્યવહાર કરીએ. સંસારમાં દરેક ક્રિયાની પ્રતિક્રિયા થવાનો નિયમ વ્યાપક રૂપથી કામ કરી રહ્યો છે. આપણે બીજાની સાથે જેવો વ્યવહાર કરીશું તેનો પ્રભાવ ફકત તેના પર નહિં, પરંતુ બીજા અનેક માણસો પર પણ પડશે અને તેઓ પણ તેનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરશે. આ રીતે ભલાઈ તથા બૂરાઈને એક શૃંખલા ચાલે છે અને તેનો તેવો જ પ્રભાવ જનસમાજ પર પડે છે.
પ્રતિભાવો