“અનિશ્ચિત સંસારમાં સુરક્ષા”
December 20, 2008 Leave a comment
સર્જનાત્મક જીવનમાં કેટલાંક સારગર્ભિત સૂત્ર :
‘ક્રિએટિવ લિવિંગ ફોર ટુડે” એટલે કે ‘સર્જનાત્મક જીવન’ ના લેખક મહામનીષી અને પ્રખ્યાત દાર્શનિક મૈક્સવેલ માલ્ટ્રઝે પોતાના નિષ્કર્ષો ખૂબ અસરકારક રીતે પ્રતિપાદિત કર્યા છે. “અનિશ્ચિત સંસારમાં સુરક્ષા” નામના બીજા અધ્યાયમાં તેમણે બતાવ્યું છે કે –
- જેવી રીતે નવજાત બાળક જન્મ લેતી વખતે રડે છે અને ત્યારબાદ હસે છે, તેવી રીતે આપણે પણ આપણા જીવનમાં કઠણાઈઓ વચ્ચે હસતા રહેવું જોઈએ.
- પોતાની ધારણાઓ મનુષ્યની સૌથી સારી મિત્ર છે. ધારણાઓ સારી હોવાથી તે સારા અને ખરાબ હોવાથી તે બૂરાઈના માર્ગે ચાલી નીકળે છે.
- આપણે અનિશ્ચિતતા અને દુર્ભાગ્યને તિલાંજલી આપીને નિર્માણ – કાર્યોમાં લાગી જવું જોઈએ.
- સ્વસ્થ શરીરમાં સ્વસ્થ વિચાર આવે છે. શારીરિક સ્વાસ્થ્ય બરાબર રહેવાથી આંતરિક વિચાર સ્વસ્થ રહે છે. વિચારોથી જ મનુષ્યોની ભલાઈ-બૂરાઈ જાણી શકાય છે.
- જીવનમાં નિશ્ચિતપણે સફળતા મેળવવા માટે દરરોજ થોડો સમય અરીસાની સામે ઊભા રહીને એ દોહરાવો કે હું આગળ અવશ્ય ઉન્નતિ કરીશ. તેનાથી ચોકસ સફળતા મળશે.
- જીવનને નિર્ધારિત પ્રમાણમાં સમય મળ્યો છે. આથી તેનો સદુપયોગ કરવો.
પ્રતિભાવો