જીવનના ક્રિયાકલાપોમાં શક્તિ

સર્જનાત્મક જીવનમાં કેટલાંક સારગર્ભિત સૂત્ર :

‘ક્રિએટિવ લિવિંગ ફોર ટુડે” એટલે કે ‘સર્જનાત્મક જીવન’ ના લેખક મહામનીષી અને પ્રખ્યાત દાર્શનિક મૈક્સવેલ માલ્ટ્રઝે પોતાના નિષ્કર્ષો ખૂબ અસરકારક રીતે પ્રતિપાદિત કર્યા છે. ગ્રંથના ત્રીજા અધ્યાય ‘જીવનના ક્રિયાકલાપોમાં શક્તિ’ માં તેમણે બતાવ્યું છે કે

1.      રચનાત્મક કે નિર્માણાત્મક કાર્ય જીવનનું સૌથી ઉત્તમ કાર્ય છે. તે સંપત્તિ કે રૂપિયાથી પણ વધારે કીમતી છે.

2.     જો ભૂલથી પોતાની પ્રતિભાને પ્રતિકૂળ કોઈ ધંધો પસંદ કરી લીધો હોય તો તે તરત બદલી નાંખો. ઓછો પગાર મળવા છતાંય પોતાની પસંદનો ધંધો કે વેપાર યોગ્ય હોય છે. જો તેને બદલવાનું મુશ્કેલ હોય તો તેમાં જ મન લગાવીને મંડી પડો.

3.     એકાગ્રતાથી સમયનો સદુપયોગ પાબંદી સાથે કરતાં કરતાં નિર્માણ – કાર્યમાં લાગી જાવ. એક કાર્ય પસંદ કરીને તેમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરો. અનેક કાર્ય એક સાથે કરીને શક્તિનો અપવ્યય ન કરો.

4.      પ્રત્યેક દિવસ માટે કાર્ય અને અવકાશ નિર્ધારિત કરી લો.

5.      મિત્રતા કરવી એ પણ જીવનનો એક ઉદ્દેશ્ય હોવો જોઈએ. લોકો દ્વારા અપમાનિત થવા છતાંય નવી નવી રીતે મિત્રતા વધારવી જોઈએ.

6.     જીવનમાં સતત ઉન્નતિ કરવા માટે બે બાબતો જરૂરી છે – પહેલી, જીવનના પ્રત્યેક દિવસ માટે લક્ષ્ય નિર્ધારણ અને બીજી, જીવનથી કયારેય ન ભાગવું.

7.      આપ જેવું વિચારો છો અને કરો છો, એવા જ બની જાવ છો. પોતાની જાતને નીચી પાડવા કે ઊંચી ઉઠાવવામાં આપ જ જવાબદાર હો છો.

8.      ઉંમર વધારે હોવાથી કામમાં અવરોધ આવતો નથી. જરૂર માત્ર કાર્ય કરવાની ભાવના જાળવી રાખવાની છે.

9.      સ્વ-અવધારણા નબળી હોવાથી બીજાની સત્યતા પર વિશ્વાસ નથી બેસતો અને જીવન નિરર્થક લાગવા માંડે છે.

10.   જ્યોર્જ બર્નાર્ડ શો એ પોતાના વાચકોને પોતાના આત્માને સ્વચ્છ અને પવિત્ર બનાવી રાખવાનું કહ્યું હતું. તેમના મતાનુસાર આત્મા માનવ જીવનની બારી જેવો છે, જેનાથી આખા જીવનને જોઈ શકાય છે.

11.   મોટા ભાગના લોકો આત્મચિંતનની પરવા ન કરીને ભૌતિક વસ્તુઓના ચિંતનમાં લાગી રહે છે, જે નાશવંત છે.

12.   સતત ચાલતી રહેનાર અને જીવનનો આનંદ લેનાર વ્યક્તિ ઓછા સમયમાં જ વધારે દિવસ જીવનાર કરતાં વધુ જીવે છે. જ્યાં સુધી જીવે, ત્યાં સુધી જીવટ જાળવી રાખો.

13.   પોતાના હ્રદયમાંથી ભય અને નકારાત્મક વિચારો કાઢી નાંખો. જે જીવનને નીરસ બનાવતા હોય એવા મિત્રોને છોડી દો.

14.   પૂર્ણતા ક્યાંય નથી. અપૂર્ણતા હોવાથી શરમાવ નહિ. ભૂલ થવી સ્વાભાવિક છે, પરંતુ તેને સુધારીને આગળ વધવું એ જ મનુષ્યતા છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

<span>%d</span> bloggers like this: