નિર્ણાયાત્મક શક્તિની શોધ
December 20, 2008 Leave a comment
સર્જનાત્મક જીવનમાં કેટલાંક સારગર્ભિત સૂત્ર :
‘ક્રિએટિવ લિવિંગ ફોર ટુડે” એટલે કે ‘સર્જનાત્મક જીવન’ ના લેખક મહામનીષી અને પ્રખ્યાત દાર્શનિક મૈક્સવેલ માલ્ટ્રઝે પોતાના નિષ્કર્ષો ખૂબ અસરકારક રીતે પ્રતિપાદિત કર્યા છે. પુસ્તકના પ્રથમ અધ્યાય ‘ નિર્ણાયાત્મક શક્તિની શોધ’ માં તેઓ કહે છે –
Ø નકારાત્મક વિચાર માનવજીવનને બરબાદ કરે છે, એટલે એવા વિચાર અક્ષમ્ય છે. જો કોઈ વ્યક્તિ એવો વિચાર કરે છે તો પોતાના પર અકથનીય અત્યાચાર કરે છે.
Ø મનુષ્ય પોતે પોતાના જીવનને કષ્ટમાં નાંખે છે. આથી જ્યારે કષ્ટને પસંદ કરો તો ગભરાવ નહિ, પરંતુ પોતાનું કાર્ય જવાબદારીપૂર્વક નિભાવો. સફળતા કષ્ટપ્રદ માર્ગ પર ચાલવાથી જ મળે છે.
Ø મનુષ્યનું વ્યક્તિત્વ એ વાત પર આધાર રાખે છે કે તે સંસારને કેવી રીતે જુએ છે અને કેવી રીતે સમાયોજન કરે છે.
Ø આપણા વિચાર અને માન્યતાઓ બહુમૂલ્ય સંપત્તિ છે.
Ø કોઈ કાર્ય કરતાં પહેલાં ગંભીરતાપૂર્વક એ વિચાર કરી લેવો જોઈએ કે તે આપણી ગરિમાને અનુરૂપ છે કે નહિ.
પ્રતિભાવો