કર્મ યા પાખંડ :
December 20, 2008 Leave a comment
કર્મ યા પાખંડ : કાર્ય શરૂ ન કરવા માત્ર થી મનુષ્ય નિષ્કામ અવસ્થાનો આનંદ પાપ્ત કરી શકતો નથી. માત્ર શરીર દ્વારા નિષ્ક્રિય થઈ ગયા તો એનાથી શો લાભ ? કારણ કે મોક્ષ અને બંધનનું કારણ તો મન છે. કર્મ ફળથી અનાસક્ત રહેવું.
આળસુ બનીને બેસી ના રહો. ફળની બાબતમાં આપણો અધિકાર નથી. મહેનત કર્યા પછી પણ ફળ મળશે જ એ નક્કી નથી. કદાચ જો ફળ પ્રાપ્ત થાય તો પણ તે પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે, એનું કારણ મહેનત નથી એમ માનીને મહેનત કરવાનું છોડી ના દેશો. કર્મ કરવું તે તમારું કર્તવ્ય છે. તેથી તમારે કર્મ તો કરવું જ જોઈએ કે તમે કર્મને છોડી શકતા નથી. તમે કર્મ કરવા માટે વિવશ છો.
ન કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ l કાર્યતે હ્યવશ: કર્મ સર્વ: પ્રકૃતિજૈર્ગુણૈ ॥
કોઈ પ્રાણી એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતું નથી. પ્રકૃતિના ગુણોથી વિવશ થઈને એણે કર્મ કરવું પડે છે. બધાં જ પ્રાણી ઓ આ રીતે દરેક ક્ષણે કર્મ કરતાં રહે છે. કદાચ ઇન્દ્રિયોને આપણે કર્મ કરતી રોકીને કર્મથી વિમુખ રહી શકીએ, પરંતુ મનને રોકી શકતા નથી. તે તો તેના તાણાવાણા વણ્યે જ રાખે છે. તો પછી ઇન્દ્રિયોને પાસે કોઈ કામ ન કરાવવાનો મતલબ નથી. જે મૂર્ખ બુદ્ધિવાળો મનુષ્ય કર્મેન્દ્રિયોને કર્મ કરતાં રોકીને મન દ્વારા વિષયોનું ચિંતન કરે છે તે પાખંડી છે.
-અખંડ જ્યોતિ, ઓગસ્ટ -૧૯૪૦, પેજ-૧૬
પ્રતિભાવો