તમે ઈશ્વરને પૂજો છો કે શેતાનને
December 20, 2008 1 Comment
તમે ઈશ્વરને પૂજો છો કે શેતાનને
મનુષ્ય શરીરેને ‘હુ’ માને છે. એણે એક લોકોક્તિ તો અવશ્ય સાંભળી હોય છે કે આત્મા શરીરથી જુદો છે, પરંતુ એના પર એને વિશ્વાસ નથી બેસતો. જો આપણે બધા શરીરને જ આત્મા ન માનતા હોત તો ભારતભૂમિ દોરાચારોનો અડ્ડો જ બની ગઈ હોત ગીતામાં ભગવાને અર્જુનને ઉપદેશ આપતાં એ જ દિવ્યજ્ઞાન આપ્યું છે કે તું દેહ નહિ, આત્મા છે. આત્માના સ્વરૂપને જે રીતે ભૂલી જવામાં આવ્યું છે એ જ રીતે ઈશ્વરને પણ ભૂલી જવામાં આવ્યો છે.
આપણી ચારેય બાજુ જે ઘનઘોર અજ્ઞાનરૂપી અંધકાર છવાયેલો છે એનાથી આપણને કંઈક જુદી જ વસ્તુઓ હાથ લાગી છે. એને જ આપણે ઈશ્વર લીધો છે. દોરડાને સાપ માની લેવાનું ઉદાહરણ બધા જાણે છે. દોરડું અંધારામાં સાપ જેવું લાગે છે કારણ કે અંધારામાં આંખોનું જ્ઞાન બરાબર કામ નથી કરતું. પરિણામે ભ્રમ સાચો લાગે છે. આજના ગરબડના સમયમાં ઈશ્વરના સ્થાને શેતાન બેસી ગયો છે અને લોકો તેને પૂજે છે. આત્મા પંચતત્વો કરતાં સૂક્ષ્મ છે. પંચતત્વોના રસોને એ જ તત્વોથી બનેલું શરીર ભોગવી શકે છે.
આત્મા સુધી કડવો કે મીઠો રસ પહોંચતો નથી. એ તો માત્ર ઈન્દ્રિયોની તૃપ્તિને પોતાની તૃપ્તિ માનવા જેવું છે.
-અખંડજ્યોતિ, મે-1940, પેજ-6
સરસ બોધ..
LikeLike