જિંદગી કેવી રીતે જીવીએ :
December 24, 2008 2 Comments
જિંદગી કેવી રીતે જીવીએ :
કહે છે મુસીબત કદી એકલી આવતી નથી, તેનાં બાળબચ્ચાં પણ સાથે હોય છે. હજી એક મુશ્કેલીમાંથી છૂટયા નથી કે બીજી આવી પડે છે.
જીવન એક સંગ્રામ છે, એમાં કાયરોએ પણ લડવું પડે છે. કોઈના હાથ સંગીન પકડતાં કાંપે છે, તો કોઈ જાનની બાજી લગાવીને દુશ્મન સાથે પૂરી શક્તિથી લડે છે. મુશ્કેલીઓ, દુ:ખ, મુસીબતો એવા શત્રુઓ છે, એમની સામે આપણે લડવું જ પડશે. એમનાથી પીછો છોડાવવો અશક્ય હોય તો પછી તેમને સાહસપૂર્વક શા માટે ના લલકારીએ? વીર યોદ્ધોઓની જેમ જ તેમની સામે શા માટે ન ઝઝૂમીએ?
જીવનસંગ્રામમાં તે જ વિજય મેળવે છે, જે મુશ્કેલીઓ સાથે રક્તના અંતિમ બૂંદ સુધી, જીવનના અંતિમ શ્વાસ સુધી લડે છે. જીવનું કલ્યાણ પણ એમાં જ છે કે મુસીબતોમાં ગભરાઈએ નહીં. તેમની સામે સંઘર્ષ કરીએ.
સૃષ્ટિના આદિથી મૃત્યું પામેલી વ્યક્તિઓની યાદી બનાવવી જો શક્ય હોત તો સંસારનો બધો જ કાગળ એ કાર્યમાં વપરાઈ જાત, પરંતુ જેમને આજે દુનિયા જાણે છે તેમનું નામ લખે તો એક પુસ્તક પણ પુરું થશે નહીં. અહીં નામ તેમનું જ અમર રહે છે કે જે મહાન સંકલ્પ લઈને આવે છે, જે બીજાઓના હિત તેમજ કલ્યાણને માટે પોતાનું જીવન હોમી દે છે. તેઓ જ યુગો સુધી જીવંત રહે છે, તેઓ જ ભાવિ પેઢીઓને પ્રેરણા અને પ્રકાશ આપે છે. બીજાઓને માટે પોતાનાં અસ્થિઓનું દાન આપનારા પરમાર્થી પુરુષો જ સંસારમા જીવે છે.
-અખંડજયોતિ, માર્ચ -1964, પેજ-9
વ્હાલા કાંતીભાઇ,
‘જીન્દગી કેવી રીતે જીવીએ’ એ સૌ કોઇના માટે પ્રેરણાદાયી છે.
આભાર.
ગોવીન્દ મારુ
http://govindmaruwordpress.com
LikeLike
જિન્દગી કેવી રીતે જીવીએ, કાન્તીતભાઈ તમારો બ્લોગ અને વિચારો સરસ્સ છે,
મુસીબત, લડીને, અમર કોણ થયા.આ વિશે લેખ વાચ્યો. જિવનવિકાસ માટે પ્રેરણા જરુરી છે..કેટલાંયે માનવો આવી ગયા,ખુબ થોડા જીન્દગી જીવી ગયા. હેમુભાઈને યાદી પાઠવશો. દિલીપ
LikeLike