બીજાનાં કાર્યોમાં દખલગીરી :
December 25, 2008 1 Comment
બીજાનાં કાર્યોમાં દખલગીરી :
એ મનોવિજ્ઞાનનો વિષય છે કે ઈચ્છયા વગરની સલાહ, આચરણ યોગ્ય બાબતો, શિક્ષા, આલોચના કે યોજના કોઈને ગમતી નથી, ભલે પછી તે ગમે તેટલાં શ્રેષ્ઠ હોય. બીજાઓ યોજના કે સલાહનો સ્વીકાર કરવામાં આપણો અહંકાર આડો આવે છે. આપણે પેલા કરતાં તુચ્છ છીએ એવું લાગે છે. પોતાના પરાજયનો ભાવ કોઈને ગમતો નથી.
જે જેવો છે એવા જ રહેવામાં એને સુખ અને સંતોષ મળે છે. એવા માણસો બીજાઓના અનુભવથી લાભ ઉઠાવતા નથી. એમને બીજાઓની સારી વિચારધારા અપનાવવાનું ગમતું નથી હોતું. એ પોતે જ કરતો હોય એમાં જ એને લાભ જણાય છે.
આ જ રીતે જો કોઈને મહેનત કર્યા વગર કોઈ વસ્તુ મફતમાં મળી જાય તો તે તેનું મુલ્ય સમજ્તો નથી. બીજાઓને આપેલી વસ્તુઓમાં એનું મમત્વ પ્રવેશતું નથી. મમત્વ ન હોવાના કારણે તે વસ્તુઓ એના વ્યક્તિત્વનું અંગ બની શકતી નથી.
ગુપ્ત મનમાં સંસ્કારો એક પ્રકારનો માનસિક માર્ગ ઉત્પન્ન કરે છે. જેવી રીતે ગાડું ચાલવાથી ચીલો પડી જાય છે એવી ગ રીતે આ માનસિક રેખાઓ બન્યા કરે છે. જે ધીમી ગતિએ એમનું નિર્માણ થાય છે એ જ ધીમી ગતિએ એમને દૂર કરીને નવા સંસ્કારો સ્થાપી શકાય છે.
-અખંડજયોતિ, જાન્યુઆરી-૧૯પર પેજ-25-26-27
DAKHALGIRI…..it is a complex subject ! Whenever a person isnot open to the VIEWS of OTHERS he/she thinks an advice as a DAKHALGIRI…..If a person you care is on a wrong path, your duty is to give the right advice, whether that may be even taken as a DAKHALGIRI…..it is my way of thinking & Iwelcome the opinions of OTHERS.
PLEASE do visit my Blog & read Posts on HOME.
http://www.chandrapukar.wordpress.com
LikeLike