કર્તવ્યપાલન :-
December 27, 2008 1 Comment
કર્તવ્યપાલન :-
જે કાર્ય કરવાની સ્વીકૃતિ હ્રદય આપે તે જ મનુષ્યનું કર્તવ્ય છે, ધર્મ છે અને હ્રદય જે કાર્યો કરવાની ના પાડે તે ન કરવાં જોઈએ કારણ કે તે અધર્મ છે.
જે મનુષ્ય પોતાનાં કર્તવ્યોનું યોગ્ય રીતે પાલન કરે છે તે સદાચારી મનુષ્યને કદી કોઈ દુઃખ સહન કરવું પડતું નથી, કારણ કે તે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે. તેની ઈશ્વર હંમેશા એના પર દયા દ્રષ્ટિ રાખે છે. મોટા ભાગે બહારથી જોતાં સદાચારી લોકો ગરીબ અને દુઃખી લાગે છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. સદાચારી મનુષ્યમાં અસામાન્ય દૈવી શક્તિ હોય છે. જેનામાં એ દૈવી શક્તિ હોય તે દુઃખી ક્યાંથી હોઈ શકે? સદાચારી આત્મિક રીતે ગરીબ હોઈ શકતો નથી.
જો ખરેખર જોવામાં આવે તો સાચો ખજાનો સદાચારીની પાસે જ છે. એનો એ ખજાનો કદી ખાલી હોતો નથી. તેને વાપરવા છતાં તે વધતો જ રહે છે. સદાચાર અંગે ચિંતન કરવાથી જ આત્માને અપાર શાંતિ અને શીતળતા પ્રાપ્ત થાય છે. દુષ્ટોને સદાય પોતાના દુશ્મનોનો ભય સતાવતો હોય છે કે કયાંક તે અમારું અહિત ના કરી બેસે, જ્યારે સદાચારીને તો કોઈ દુશ્મન જ હોતો નથી. એને તો આખો સંસાર પોતાનો લાગે છે, પછી એને ડર કોનો ?
ઈશ્વર ઇચ્છે છે કે દરેક મનુષ્ય આ સંસારમાં સારાં સારાં કાર્યો કરે અને અંતે પરમ મોક્ષ નો અધિકારી બને.
અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી-૧૯૪૧, પેજ-૨૪
very true.. i do agree…Jay gurudev
LikeLike