સાચી કમાણી સદ્દગુણોનો સંગ્રહ :-
December 28, 2008 1 Comment
સાચી કમાણી સદ્દગુણોનો સંગ્રહ :-
સંસારમાં એવો કોઈ માણસ નથી, જેનામાં કોઈ દોષ ના હોય અથવા જેનાથી કદી કોઈ ભૂલ ના થઈ હોય. તેથી કોઈની ભૂલ જોઈને ગુસ્સે ના થશો કે તેનું બૂરું પણ ના ઈચ્છશો.
બીજાઓને શિખામણ ના આપશો. પોતાના આત્માની શિખામણ માનીને એવા બનવાનું શીખો. જેઓ બીજાને શિખવાડે છે, પરંતુ પોતે શીખતા નથી અને એ શિખામણ પ્રમાણે ચાલતા નથી તેઓ પોતાની સાથે તથા જગતની સાથે છેતરપિંડી કરે છે.
ઉત્તમ સદ્દગુણોનો સંગ્રહ કરવો તે જ સાચી કમાણી છે. સંસારનું દરેક પ્રાણી કોઈને કોઈ સદ્દગુણથી સંપન્ન છે, પરંતુ આત્મગૌરવનો સદ્દગુણ મનુષ્યો માટે પ્રભુની સૌથી મોટી દેન છે. આ ગુણથી વિભૂષિત મનુષ્યે સંસારના બધા જીવોને પોતાના આત્માની જેમ જોવા જોઈએ. એણે સદૈવ એવો પ્રયત્ન કરવો જોઈએ કે એના મન, વચન અને કર્મથી જગતન કોઈ જીવને કલેશ ના થાય. આવી પ્રકૃતિવાળો મનુષ્ય અંતમાં પરબ્રહ્મને પામે છે.
એવું માનવું છોડી દો કે ધમકાવ્યા વગર અથવા છળકપટ કર્યા વગર તમારા મિત્ર, સાથી, સ્ત્રી, બાળકો કે નોકરચાકર બગડી જશે. ખરેખર સાચી વાત આનાથી સાવ જૂદી જ છે. પ્રેમ, સહાનુભૂતિ, સન્માન, મધુર વચન, ત્યાગ અને નિષ્કપટ સાચા વ્યવહારથી જ તમે કોઈને પોતાના બનાવી શકો છો.
-અખંડજયોતિ, જુલાઈ-1947 પેજ-4-5
કાન્તિભાઈ, સુંદર વિચાર છે..
એક્દમ સાચી વાત છે મે એવા ડોસાઓ જોયાં છે જેના પસ્તાવાનો કોઈ પાર નથી, તેમનાથી એમ કીધા વિના નથી રહેવાતં કે હવે જીવવા જેવું નથી રહ્યું. બધુ પતિ ગયું. અમારુ’ જે કંઈ હતુ’ બધુ છોકરાંઓને આપી દીધું…મને એક વાતનો બોધ તો આ ડોસાઓ દઈ જાય છે કે અમે ક્દી સદગુણ કમાયા નથી કે કદી કોઈને આપ્યા પણ નથી..હેરાન કરવામાં કોઈને બાકી નથી રખ્યા તે તો ખબર છે જ…તેથી જ ગુણોની કમાણી કરી હોય તેને આપણે વ્રુધ્ધ કહીઅએ છીએ બાકીનાને ઘરડાં..
ગુણનું એકાદ રતન માર્ગને અજવાળશે,
વાણીશૂરા શંખ ફુંકીને ગગન ગુંજાવશે….દિલીપ ગજ્જર, લેસ્ટર
LikeLike