વેદોનો દિવ્ય સંદેશ
January 6, 2009 1 Comment
વેદોનો દિવ્ય સંદેશ
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યએ ઋગ્વેદ, યજુવેદ, સામવેદ, અથર્વવેદ આ ચારેય વેદોમાંથી ખાસ પસંદ કરેલા મંત્રોનો 185 જેટલા મંત્રોની વ્યાખ્યાઓ જુદા જુદા પાંચ ખંડમાં સમાવેશ કર્યો છે,
ખંડ – ૧ : બ્રાહ્મણત્વ,
કોઈ પણ કુળ અથવા જાતિમાં માત્ર જન્મ લેવાથી જ કોઈ બ્રાહ્મણ થઈ જતું નથી. ગુણ, કર્મ, અને સ્વભાવની શ્રેષ્ઠતા તથા લોક કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પણ જ તેને બ્રાહ્મણ બનાવે છે. આ ભાગમાં એવા મંત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે મંત્રો ઈશ્વરના અસ્તિત્વ, તેની ઉપાસના તથા બ્રાહ્મણોની ફરજો વિશેની જાણકારી આપે છે.
ખંડ – ૨ : આત્મબળ : જીવન લક્ષ્યની પ્રાપ્તિ માટે મનુષ્યને સતત સંઘર્ષ કરવો પડે છે. જગતમાં વ્યાપેલા કુરિવાજો, દુષ્પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારનો સામનો કરી સત્ પ્રવૃત્તિઓ તથા ઈમાનદારીને જીવનમાં ધારણ કરવા માટે પ્રબળ આત્મ શક્તિની જરૂર પડે છે. આ લક્ષ્ય સિદ્ધિ કરાવનાર મંત્રોની વ્યાખ્યા આ બીજા ખંડમાં સમજાવવામાં આવી છે.
ખંડ – ૩ : ચારિત્ર્ય નિર્માણ, : આત્માની પ્રગતિ માટે શ્રેષ્ઠ ચારિત્ર્યની સૌથી પહેલી જરૂરિયાત છે. જીવનમાં સદગુણીનું મહત્વ બતાવનાર મંત્રોનું સરળ વિવેચન આ ત્રીજા ખંડમા સમાયેલું છે.
ખંડ – ૪ : દુષ્પ્રવૃત્તિ નિવારણ : દુષ્પ્રવૃત્તિઓ અને દુર્વ્યસનો આનંદ ઉલ્લાસથી ભરેલા મનુષ્ય જીવનને નરક જેવું બનાવી દે છે. તેનાથી છુટકારો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગેની પ્રેરણા અને માર્ગદર્શન આ ખંડમા આપવામાં આવ્યું છે.
ખંડ – ૫ : પરિવાર અને સ્વાસ્થ્ય : ગૃહસ્થાશ્રમ એ સમગ્ર સમાજ વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. તેની શ્રેષ્ઠતાને આધારે જ સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરેલું સ્વર્ગીય વાતાવરણ પેદા થાય છે. આ ભાગમાં સુખી પરિવાર, સુદ્રઢ અને સંસ્કાર વાન નારી તથા સ્વાસ્થ્યના મહત્વને સમજાવનાર મંત્રોની પ્રેરણા આપવામાં આવી છે, જે આપણા જીવનને તેજસ્વી તથા કીર્તિમાન બનાવશે.
ખુબ ખુબ આભાર,
u know… એક અઠવાડીયાથી હું આ ટોપીક શોધતી હતી… ‘બ્રાહ્મણત્વ’ પર લખવાનું છે..એક કોમ્યુનીટી પર… ગુરુદેવ ના જ વિચાર મુકવા હતા મારે.. આ વેદો નો દિવ્ય સંદેશ ‘ બુક ઘેર,ઇન્ડીયા છે.. આપે અહીં આજે પોસ્ટ કર્યુ અને મને મદદ મળી ગઇ.. આભાર.
LikeLike