વેદોનો દિવ્ય સંદેશ (બ્રાહ્મણત્વ-01)
January 7, 2009 2 Comments
વેદોનો દિવ્ય સંદેશ
પરમાત્માની જુદી જુદી શક્તિઓને જ અનેક દેવતાના નામથી ઓળખવામાં આવે છે, પણ તે એક જ છે. એટલે ગુણ, કર્મ, સ્વભાવ પ્રમાણે તે પરમાત્માની ઉપાસના કરો.
ઈન્દ્રં મિત્રં વરુણમગ્નિમાહુરયો દિવ્ય: સ સુપર્ણો ગરુત્માન્ | એકં સદ્દવિપ્રા બહુધા વદન્તિ, અગ્નિ યમં માતરિશ્વાનમાહુ: ॥ (ઋગ્વેદ ૧/૧૬૪/૪૬)
સંદેશ :- પરમ પિતા પરમેશ્વર સર્વત્ર ફેલાયેલા છે. આ વિશાળ સંસાર, અંતરિક્ષ, હજારો બ્રહ્માંડ, એ બધાના કણે કણેમાં ઈશ્વરની અસીમ સત્તા હાજર છે. તે આ બધાના નિયંતા છે, નિયામક છે. “ઈશા વાસ્યમિદં સર્વમ્” દરેક વસ્તુમાં, જડચેતનમાં, આપણા રોમરોમમાં ઈશ્વરનો વાસ છે. તે નિરાકાર પરમેશ્વર દેખાતા નથી પણ તે આપણી પ્રાણશક્તિ છે. સુતાં, જાગતાં, દરેક સમયે તે આપણી સાથે છે, આપણી પ્રાણશક્તિ છે. સૂતાં, જાગતાં, દરેક સમયે તે આપણી સાથે છે, આપણી અંદર, બહાર અને ચારે બાજુ પણ રહે છે. જેમ રબરના ફુગ્ગામાં હવા ભરેલી હોય છે, ફુગ્ગાની અંદર હવા છે, બહાર પણ છે અને ચારે બાજુ પણ છે, પણ તે આપણને દેખાતી નથી. જેમ દુધના પ્રત્યેક ટીપામાં ઘીનો અંશ છુપાયેલો હોય છે તે રીતે ઈશ્વર પણ સર્વવ્યાપક છે. સંસારના ખૂણે ખૂણે, બધા જીવજંતુઓમાં, પશુ-પક્ષીઓમાં બધાં પ્રાણીઓના રોમેરોમમાં તે પરમેશ્વરની સત્તા હાજર છે. તેને માટે નાત-જાત, પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણનો કોઈ ઝગડો નથી. બધા તેઓને માટે એક સરખા છે.
આ સર્વવ્યાપક પરમેશ્વરની અનેક શક્તિઓ છે, જેને સંસારના જુદા જુદા મત ધરાવનારા જુદા જુદા નામે ઓળખાવે છે. બધા માનવીના પરમ પિતા પરમેશ્વર એક છે. તે ઈન્દ્ર, મિત્ર, વરુણ, અગ્નિ, યમ, બધું જ છે. તેને રામ કહો કે કૃષ્ણ, દુર્ગા કહો કે કાળી, શિવ કહો કે શંકર, અલ્લાહ કહો કે ગોડ નામનું નહીં ઈશ્વરના ગુણોનું મહત્વ છે. તે ગુણોને આપણા જીવનમાં ઉતારવા, તે પ્રમાણે આચરણ કરવું જીવનમાં વ્યવહાર કરવાની વાતને જ પરમાત્માની ઉપાસના કરવાનું કહે છે. આ રીતે ઉપાસના કરવાથી વારંવાર અભ્યાસથી તે ગુણ મનુષ્યના સ્વભાવનો એક ભાગ બની જાય છે અને તે ક્રમે ક્રમે શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરતાં દેવત્વની તરફ આગળ વધે છે.
પરમાત્માનાં અલગ અલગ નામોને લીધે ઝગડો કરવો એ સૌથી મોટી મૂર્ખતા છે. “એકં સદવિપ્રા બહુધા વદંતિ. ” એક જ પરમેશ્વરને વિદ્ધાન લોકો જુદા જુદા નામે બોલાવે છે. તેઓનું કોઈપણ નામ લો, પણ તેઓને પોતાના કર્મ અને સ્વભાવનું એક અવિભક્ત અંગ બનાવવા માટે સતત પ્રયાસ કરતા રહો.
આજકાલ મોટા ભાગના લોકો ઈશ્વરના ગુણોનું ચિંતન કરતા નથી, તેઓને પોતાના આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરતા નથી, પણ તેઓના નામ ઉપર એ પ્રકારે લડવા અને મરવા તૈયાર રહે છે, જાણે કે તેઓ ઉપર ફકત તેમનો જ અધિકાર છે. તેઓ સમજે છે કે કેવળ મંદિરની અંદર જ તેઓની સત્તા છે. બહાર ગમે તેટલું પાપકર્મ કરો તો ભગવાન તે જોતા નથી. તેઓ સર્વવ્યાપક રૂપને તો જાણે કે ભુલાઈ જ દેવામાં આવ્યું છે. તેઓ અનેક રૂપમાં સર્વત્ર હાજર છે, દરેક ઘડીએ તેઓ આપણી સાથે છે, સંસારના ખૂણેખૂણે તેઓની સાર્વભૌમ સત્તા છે, આ હકીકતને હંમેશા ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
પ્રભુના નામ અને તેઓના ગુણોનું ચિંતન કરતા રહો.
વેદનો સંદેશ એકં સત વિપ્રા બહુધા વદન્તિ વૈચારિક કક્ષાએ બધાને સમજાય તેવો સરળ છે પણ માનવમાં દુર્ગુણો છે તેનું નિર્મૂલન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી તે લડશે તેમાં જે હશે તે જ બહાર આવશે..નામોને લીધે ઝઘડો કરવો તે સહુથી મોટી મૂર્ખ્તા છે અને આપ્ણે જોઈએ છીએ મૂર્ખાઅઓની સંખ્યા આ જગતનાં ધાર્મિકોમાં ઓછી નથી…વેદો તેમ પણ લખે છે કે દશ્યુ હન્તારં વ્રુત્ત હન્તારં રાક્ષસોને મારો શત્રુને મારો,..સત્યના પાલન માટે શકિત પણ જોઈએ..માત્ર વિચાર કે પલાઠી વાળી બેસી રહેવાથી કઈ નથી થતું. શક્તિ હોય તો સત્ય અને સ્વત્વનું રક્ષણ થઈ શકે..વાંદરાના હાથમાં રત્ન આવે તો satya aave to ? કે તલવાર આવે તો ?શકિતના સહકાર વિના સતને કો ન પૂછતુ, સત ટકાવો સેવી અંબા સાચવો સુઅિસ્મતા. દિલીપ ગજ્જર લેસ્ટર
LikeLike
જો તમારા દિલ માં જ દ્રેષ ઇર્ષા હોય તો તમે કેવી રીતે તમારા અંતર આત્મા ને ઓળખી શકો. આ તે જ અંતર આત્મા જ બધા નો ભગવાન છે.
ભગવાન ને મેળવા માટે બસ શાંત ચીતે બેસી ને આત્મ ચીંતન કરો.
તેથી ધર્મ ના નામે બધા વેર – ઝેર ભુલી ને એક ભાઇચારા ની સાચી લાગણી જ કેળવી ને તમારા જીવન ને કૃતાર્થ બનાવો.
દિવ્યેશ પટેલ
http://www.krutarth.co.cc
http://www.divyesh.co.cc
http://www.dreams-of-world.blogspot.com
LikeLike