૨. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૨/૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૨/૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

વેનસ્તત્પશ્યન્નિહિતં ગુહા સધત્ર વિશ્વં ભયત્યેકનીડમ્ |  તસ્મિન્નિદ ગુમ્ સં ચ વિચૈતિસર્વ ગુમ્,  સદઓત: પ્રોતશ્ચ વિભૂ: પ્રજાસુ ॥ (યજુર્વેદ ૩૨/૮ )

ભાવાર્થ : વિદ્વાન લોકો પોતાના જ્ઞાનથી, ચિંતન-મનનથી અને અનુભવથી તે જાણી લે છે કે પરમાત્મા પ્રત્યેક પદાર્થમાં છુપાયેલા છે. તે સમગ્ર જગતને આશ્રય આપનારા છે. ઈશ્વર દ્વારા સમગ્ર સૃષ્ટિ તેમજ પ્રાણીઓની રચના થઈ છે અને પ્રલયકાળમાં તેઓ સૃષ્ટિમાં સમાઇ જાય છે.

સંદેશ :- સંસારમાં આસ્તિક અને નાસ્તિક બધા પ્રકારના લોકો છે. જે અનીશ્વરવાદી છે, તે પણ આ વાતને માને છે. જે કોઈ ‘શક્તિ’ છે જે આ સમગ્ર સંસારને, લાખો-કરોડો બ્રહ્માંડોને એક નિશ્ચિત લયથી ચલાવી શકે છે. બુદ્ધિ અને તર્કની કસોટી ઉપર પારખવામાં આવે અથવા શ્રદ્ધા અને વિશ્વાસના આધાર ઉપર માનો, ઈશ્વરની સર્વવ્યાપક્તામાં કોઈ શંકા હોઈ શકતી નથી. તે પ્રત્યક્ષ દેખાતા નથી પણ દરેક સ્થિતિમાં આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ. શરત ફક્ત એ છે કે તર્ક-કુતર્કના દુરાગ્રહમાં ફસાઈને આપણે સત્યને જુઠ્ઠું બતાવવાનો પ્રયાસ કરીએ નહીં. ઈશ્વર સમગ્ર બ્રહ્માંડમાં સમાયેલા છે. આ સમગ્ર વિશ્વ તેઓનું રૂપ છે. ‘પુરુષ અવેદ ગુમ્ સર્વમ્’

આ રીતે ભગવાનની દરેક જગાએ હાજરી હોવાનો સ્વીકાર કરી લેવાથી માનવીના આત્મબળમાં વધારો થાય છે. દરેક સમયે એક શક્તિશાળી, સમર્થ મિત્ર અને સહાયકના સાંનિધ્યમાં રહેવાથી પ્રતિભા, ક્ષમતા અને પૌરુષત્વમાં જાગૃતિ આવે છે અને સારા કામો માટે મનની પ્રવૃત્તિ વધે છે. ઈશ્વરીય સત્તાના દિવ્ય પ્રકાશથી રક્ષિત થઈને માનવી પોતે જ પાપકર્મોથી બચી જાય છે. તેને એ ભાન રહે છે કે તે પરમાત્માની દ્રષ્ટિથી દૂર નથી અને તેણે દરેક સારા-ખરાબ કર્મનું ફળ અવશ્ય મળશે. આ રીતે જ્યારે એક બાજુ માનવી સત્કર્મોમાં પ્રવૃત્ત રહે છે, ત્યારે દુષ્પ્રવૃત્તિઓંથી તે બચતો રહે છે અને દેવતા બનવાના માર્ગે આગળ વધતો જાય છે.

સંસારમાં દરેક વસ્તુ કોઈના કોઈ આધારે ટકેલી રહે છે. આ આધાર નાનો અને તકલાદી હશે તો તે વસ્તુની સ્થિતિ ડામડોળ અને અસ્થિર રહેશે. આ આધાર સબળ અને મજબૂત હશે તો તે વસ્તુ ટકાઉ અને સ્થિર રહેશે. સર્વવ્યાપી પરમેશ્વરને પોતાનો આધાર બનાવનારા હંમેશા નિશ્ચિત રહે છે. માયા મોહ, લોભ, અહંકાર વગેરે ઝંઝાવાતો પણ તેને ડગાવી શકશે નહીં. તેને હંમેશા પોતાના હ્રદયમાં ઈશ્વરના દર્શન થતાં રહે છે. તે પરમ પિતા પરમેશ્વરનો જ સૂક્ષ્મ અંશ આપણો આત્મા છે. તેનાથી જ આ શરીરમાં ચેતનાનો પ્રવાહ હોય છે. શક્તિનો અખૂટ ભંડાર આપણા પોતાનામાં જ હાજર છે પણ આપણે અજ્ઞાન વશ આ હકીકતને જાણી શકતા નથી અને હંમેશા પોતાના દુર્ભાગ્યનાં રોદણાં રડ્યા કરીએ છીએ. જ્યારે આપણે પોતાનામાં રહેલા જ્ઞાનથી, અનુભવથી અને વિવેક બુદ્ધિથી ચિંતન કરીએ છીએ તો આપણને પોતાની અંદર પરમાત્માની અસીમ શક્તિની અનુભૂતિ થાય છે. આ શક્તિ આપણા આત્મબળને વધારે છે અને જીવનપથની મુશ્કેલીઓ ઉપર વિજય મેળવવાનો માર્ગ સરળ થઈ જાય છે. દરેક વખતે દયાળુ પિતાનો હાથ આપણી ઉપર રહે છે અને આપણું રક્ષણ કરતા રહે છે.

સર્વ શક્તિમાન પરમેશ્વરનો આશ્રય જ સાંસારિક તાપોથી મુક્તિ અપાવી શકે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

2 Responses to ૨. વેદોનો દિવ્ય સંદેશ – યજુર્વેદ ૩૨/૮ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ અને સંદેશ

 1. pushpa r rathod says:

  tpya sivay bdhu na smjay, temaj manva karta jano, ke khare khersvama shu che, svane jano hu shu chu, tya shudhi svalambi na thavay ane gumimathi muktino rasto saral che. kro nisvarth prem ane raho anandma

  Like

 2. vipul joshi says:

  dear sir,
  thise assey is very use full for a brahmin im also a brahmin and to be proud of it.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: