સમાજનું ઋણ ચૂકવો.
January 15, 2009 Leave a comment
સમાજનું ઋણ ચૂકવો.
આપણો કેમ પેદા થયા છીએ એનો જવાબ કદાચ આપણે ન આપી શકીએ, પણ પેદા થઈ ગયા છીએ તો પછી આપણે જીવનમાં શું કરવું જોઈએ એ પ્રશ્ન પર વિચાર કરવો જોઈએ. હવે આપણે સમાજના સભ્ય બન્યા છીએ તો સભ્ય બનવાનું ઋણ ચૂકવવું જોઈએ. આ ઋણ ફકત દાનના રૂપમાં ન ચૂકવતાં આપણે પોતાની પ્રતિભા, પરિશ્રમ અને ત્યાગના બળે સમાજને એવું કંઈક આપવું જોઈએ કે આખા સમાજનું જીવન ભવિષ્યમાં સુખમય અને પ્રગતિશીલ બની શકે.
આપણા સમગ્ર જીવનનાં કાર્યોનું ઊંડાણથી અવલોકન કરતાં એવો અનુભવ થાય કે મારા જીવનથી સમાજને કોઈ રીતે નુકસાન થયું નથી ને લાભ થયો તો જીવન સાર્થક છે. જો કોઈના મૃત્યુંથી લોકો દુ:ખની લાગણી અનુભવે અને કહે કે એક ભલો માણસ જતો રહ્યો તો સમજ્વું જોઈએ કે એણે પોતાના કર્તવ્યનું પાલન કર્યું. કોણ કેટલું કરે છે તેનો આધાર એનાં સાધનો, શક્તિ અને પરિસ્થિતિઓ પર રહેલો છે. તમારાં સાધનો અને શક્તિ પ્રમાણે કોઈપણ રૂપમાં સમાજસેવા કરીને તમે સમાજના ઋણમાંથી મુકત થઈ જાઓ, જેથી અંત સમયે તમે એવો સંતોષ લઈ શકો કે તમે તમારા કર્તવ્યનું પાલન કર્યું છે.
-અખંડજયોતિ, જાન્યુઆરી-1959 પેજ-35-36
પ્રતિભાવો