જ્ઞાનની બે ધરાઓ : શિક્ષણ અને વિધા

 

જ્ઞાનની બે ધરાઓ :  શિક્ષણ અને વિધા

        જ્ઞાન બે ધારાઓ છે. એક ધારા એ છે, જે અમારી આજીવિકા પ્રાપ્ત કરવા માટે કામ આવે છે. એને શિક્ષણ કહેવામાં આવે છે. શિક્ષણનો અર્થ છે આપણે વ્યવહારિક બનીએ. શિક્ષણ જરૂરી છે શિક્ષણ ન હોય તો આદમી પોતાના શરીરની સંભાર કેવી રીતે રાખી શકશે? સમાજની સાથે તાલમેળ કેવી રીતે બેસાડી શકશે? શરીર અને જીવન માટે, ભૌતિક જીવનને બરાબર બનાવી રાખવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે.

        પરંતુ એક બીજું પણ તો આપણું જીવન છે, જેને આપણે આધ્યાત્મિક જીવન કહીએ છીએ. કોઈ ચેતના પણ તો આપણી અંદર છે. આત્મા, વિવેક અને સંવેદનાઓ પણ આપણી અંદર છે. એ બધાને બરાબર રાખવા માટે એક બીજી વસ્તુની પણ જરૂર છે, જેનું નામ છે વિદ્યા. વિદ્યાનું પૂરૂ નામ આધ્યાત્મ વિધ્યા છે. એને ઋતંભરા પ્રજ્ઞા, વિવેક ગાયત્રી કહો, પ્રજ્ઞા કહો તો પણ અતિશયોક્તિ નથી.

        આપણને જો સામાન અને સાધન મળ્યું છે અથવા મળી શકે છે, એને બરાબર રીતથી ઉપયોગ કેવી રીતે કરીશું, બસ આનું જ નામ વિદ્યા છે. એના માટે સામાન્ય લોકજ્ઞાનથી કામ નથી ચાલતું. એના માટે આદમીને થોડો ઉંચી કક્ષા પર બેસીને વિચાર કરવો પડે છે અને એ જોવું પડે છે કે ઈન્સાનની ગરીમા અને ઈન્સાનના મહત્વની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે. શાસ્ત્રોમાં વિધાને અમૃત કહેવામાં આવ્યું છે. જેને વિદ્યા પ્રાપ્ત કરી લીધી, એને અમૃત મળી ગયું.

        વ્યક્તિને ઉંચા ઉઠાવવામાં પરિસ્થિતિ નહીં, મન:સ્થિતિ જવાબદાર છે. મન:સ્થિતિમાં એક ચીજ આવી જાય, વિવેક વ્યક્તિના અંદર આવી જાય તો પોતાની સમસ્યાઓનું નિરાકરણ કરી શકે છે અને બીજાની સમસ્યાઓનું પણ નિરાકરણ કરી શકે છે. અબ્રાહમ લિંકન, જાર્જ વોશિંગ્ટન, ગાંધીજી અને બુદ્ધની પરિસ્થિતિઓમાં એવી કંઈ વાત હતી. જે સામાન્ય લોકોની બરાબર અને એનાથી પણ ગઈ ગુજરી પરિસ્થિતિઓ હતી, પરંતુ ગઈ ગુજરી પરિસ્થિતિઓમાં પણ એમની મન:સ્થિતિ શાનદાર બની કે જે આગળ વધતી જ ગઈ. શંકરાચાર્ય, સમર્થ ગુરુ રામદાસ અને કબીરની પરિસ્થિતિઓ સૌ જાણે છે.

આપને શિક્ષણ મેળવી લીધું હશે, ખૂબ શિક્ષણ મેળવી લીધુ હશે અને મેળવવું જોઈએ. પરંતુ આપ વિદ્યાથી વંચીત ન રહો. ગાયત્રીની મહત્તા આપને જાણી છે, તો આપ એનું વાહન બનવાનું શરૂ કરો. એના વાહનની બે જ વિશેષતાઓ છે. એક તો એ કે નીર અને ક્ષીરને અલગ કરી દે છે. પાણી અને દૂધને અલગ કરી દે છે. આ દુનિયામાં જે કંઈ પણ મળ્યું છે દગો છે, બધું ભેળસેળ વાળું છે. ક્યાંક તો સચ્ચાઈની ઝલક જોવા મળે છે અને એની સાથે બેશરમ અને બેઈમાનીનો કેટલો ઉંડો સ્પર્શ જોવા મળે છે. એ સંભવ છે કે આપની વિવેકશીલતાના માધ્યમથી એ બન્નેને અલગ કરી દો, નહીં તો દૂધ અને પાણી ભળતું જ જશે. થોડી ઘણી સચ્ચાઈ અને વધારે બેઈમાની, આજનો લોકવ્યવહાર છે. આપ એવું મત કરો અને હંસ બનવાની કોશિશ કરો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: