આત્મિક તૃપ્તિનો આધાર.
January 25, 2009 Leave a comment
આત્મિક તૃપ્તિનો આધાર : સંસારના બધા દાર્શીકોનો મત છે કે જીવની સ્વાભાવિક ઈચ્છા અને અભિલાષા આત્મિક ઉન્નતિ કરવાની હોય છે. લોકો ભૌતિક સુવિધા ઓ એકઠી કરે છે, ઇન્દ્રિયોને વિષયભોગ ભોગે છે, પરંતુ ઝીણી નજરે જોતાં ખબર પડે છે કે એ બધાં કાર્ય આત્માની તૃપ્તિ માટે કરવામાં આવે છે. એ વાત જુદી છે કે ધૂંધી દ્રષ્ટિ હોવાના કારણે લોકો નકલ ને જ અસલ માની બેઠા છે. તમે ખૂબ પરિશ્રમ થી ધન ભેગું કરો છો,
પરંતુ લગ્ન પ્રસંગે એને છૂટથી વાયરો છે. કાતી વખતે એક પૈસા માટે મરી પડતા હતા, તો પછી આજે શા માટે પૈસા ઝુંટવી રહ્યા છો? એટલા માટે કે આજે તમે ધન ભેગું કરવા કરતાં વા પરવામાં વધારે સુખનો અનુભવ કરો છો. ડાકુ જાનના જોખમે જે ધન લાવ્યો હતો તેને દારૂ પરવામાં શા માટે વેડફી રહ્યો છે? આનંદ ને ધન ભેગું કરવા કરતાં વધારે મહત્વ નો ગણે છે. બીમારીમાં, ધર્મ કાર્યોમાં કે બીજી બાબતોમાં ઘણા પૈસા વપરાય જાય છે, છતાં મનુષ્યને તેનો રંજ હો તો નથી. એ જ પૈસા જો ચરાઈ જાત તો એને ખૂબ દુઃખ થાત.
આ ઉદાહરણો માં તમે જોઈ શકો છો કે જેમનું અમૂલ્ય જીવન ધન ભેગું કરવામાં વહી રહ્યું છે તેઓ પોતાના એ જીવનરસ ને પણ એક સમયે ખૂબ બેપરવાઈ થી ફૂં કી મારે છે. આવું થાય છે કારણ કે એ ખર્ચાળ કામો માં માણસને વધારે આનંદનો અનુભવ થાય છે. અખંડ જ્યોતિ, જૂન-૧૯૪૦, પેજ-૧૬
પ્રતિભાવો