પ્રભુની માયા.
January 25, 2009 2 Comments
પ્રભુની માયા. : જે મનમાં સમજે છે કે હું નથી જાણતો, પણ કહે છે કે હું જાણું છું તે જૂઠો છે. જેને ખબર છે કે હું થોડુંક જાણું છું, છતાં કહે છે કે હું જાણું છું તે ખરેખર જાણતો નથી, કારણ કે ઈશ્વરને પૂર્ણ રૂપે જાણવો તે ખરેખર અશક્ય છે.
જેને ખબર છે તથા કહે છે કે હું નથી જાણતો તે સાચું બોલે છે. જે સમજે છે કે હું અંશ રૂપમાં જાણું છું અને કહે છે કે હું જાણતો નથી તે થોડુંક જાણે છે, પણ છે અધૂરો. આ પણ પ્રભુની માયા છે. જેને ખબર છે કે હું જાણું છું અને નથી પણ જાણતો અને એવું જ કહે છે પણ ખરો તે બીજાઓથી વધારે જાણે છે, પરંતુ જે સમજે છે કે હું જાણું છું અને નથી પણ જાણતો અને એ જ કારણે ચૂપ રહે છે તે વાસ્તવમાં ખૂબ જાણે છે. આટલું જાણીને પણ જે પ્રભુના પ્રેમમાં બધું જ ભૂલી જાય છે. તે પ્રભુમાં વિલીન થઈ જાય છે, તે ધન્ય છે.
જે જાણીને ભૂલી જાય છે, જે ભક્ત છે, અનન્ય પ્રભુ પ્રેમી છે તે જ પ્રભુને પૂર્ણ રીતે જાણે છે. તે હવે શું બતાવે? એની પાસે બતાવવા જેવું કશું હોતું નથી. એનાં દ્રન્દ્ર દૂર થઈ ચૂક્યાં હોય છે. હવે કોણ બતાવે અને કોને બતાવે? બતાવવાની જરૂર પણ શી છે? આ જ પ્રભુની માયા છે.
અખંડ જ્યોતિ, જાન્યુઆરી -૧૯૪૧, પેજ-૧૪
કાન્તિભાઈ, પ્રભુની માયા વાંચી વેદકાલિન રુષિની પંકિત યાદ આવી ગઈ….
અવિજ્ઞાતમ વિજાનતામ
વિજ્ઞાતમ અવિજાનતામ
તદેવ બ્રહ્મ તદ્વિદ્ધી નેદમ ઈદમ ઉપાસતે..ની પંકિતઓ યાદ આવી ગઈ
દિલીપ ગજ્જર
LikeLike
સુંદર વિચાર છે કાન્તિભાઈ, મારી પંકિત યાદ આવી ગઈ,
વ્યાપી રહ સંસારમાં માયા પ્રભુની છે
પ્રતિબીમ્બરુપ વર્તાય છે છાયા પ્રભુની છે
ના આત્મા પર્માત્માની કઈ ખબર તને
જીવી રહ્યો તું જીન્દગી કાયા પ્રભુની છે.
-દિલીપ ગજ્જર્ લેસ્ટર
LikeLike