એકલા ચાલવું પડશે.
January 26, 2009 2 Comments
એકલા ચાલવું પડશે.
તમને તમારા જેવો માણસ કદી નહિ મળે. તમારે જીવનપથ પર એકલા જ આગળ વધવું પડશે. કોઈ તમારી સાથે દૂર સુધી ચાલી નહિ શકે. તેથી એકલા જ આગળ વધો.
જીવનને એક યાત્રા માનો. યાત્રામાં થોડા સમય માટે તમને એકાદ બે સાથી મળી જાય છે. એમની સાથે ચાર દિવસ માટે તમે બોલો છો. હસીમજાક , ઠઠ્ઠા મશ્કરી, સંઘર્ષ વગેરે ચાલતાં રહે છે. સાથે સાથે થોડો સમય આગળ વધો છો, પરંતુ ધીરે ધીરે એમની જીવનયાત્રા પૂરી થતી જાય છે. એક પછી બીજો પોતાના મુકામ પર પહોંચીને આપને છોડતો જાય છે. હજુ થોડા સમય પહેલાં જ તમારી સાથે છ-સાત જણનો પરિવાર હતો. સાતમાંથી ક્રમશ: ઓછા થતાં છેવટે તમે એકલા જ રહી જાઓ છો. તમને એમ થાય છે કે અરે, હું એકલો જ રહી ગયો, બિલકુલ એકલો! થોડીવાર તમારું મન અશાંત થઈ જાય છે. એ જરા કાઠું લાગે છે પરંતુ વાસ્તવમાં જીવનનું આ એકલવાયાપણું જ માનવ જીવનનું ચરમ સત્ય છે.
બધાને મેળવીને પણ આપણે બધા એકલા છીએ, તદ્દન એકલા. આપણી સાથે કોઈ દૂર સુધી ચાલનારું નથી. જેમને આપણે ભ્રમથી કે માયાવશ પોતાની સાથે ચાલતા માનીએ છીએ તેઓ ખરેખર તો આપણા થોડાક સમય માટેના સહયાત્રીઓ જ છે. આપણા એકલાપણામાં કોઈપણ મદદ કરવાનું કે દિલાસો આપવાનું નથી.
અખંડજ્યોતિ, ફેબ્રુઆરી -1953, પેજ-15
દરેક વ્યક્તિ અંદરથી એકલો હોય છે. ટોળામાં રહીને એકલતા અનુભવવી પડે. એકલતા અભિશાપ ન બને એ જોવું રહ્યું.
નટવર મહેતા.
http://natvermehta.wordpress.com/
LikeLike
We are not alone.
We are living to gather in this world.
Remember.
OM Sahana Vavatu….sutra.
we are still alone and we are at the same time with THY who is sitting in all living being.
LikeLike