સાચા સમાજસુધારક

સાચા સમાજસુધારક યુગનિર્માતા :

       સમાજમાં પ્રચલિત દુષ્પ્રવૃત્તિઓ તથા કુરિવાજોની સામે પૂજય ગુરુદેવશ્રી  શ્રીરામ શર્મા આચાર્યજીએ લડવાનો તથા સમાજને નવી દિશા આપવાનો સંકલ્પ લીધો, જેનાથી કરોડો લોકોની જીવનદિશા જ બદલાઈ ગઈ વિકૃત સમાજને એકવીસમી સદી નારી સદી નો ઉદ્દઘોષ આપ્યો. જીવનભર સમાજમાં વ્યાપેલી દુષ્પ્રવુત્તિઓ અને કુરિવાજોને ઉખેડી નાખવા માટે આંદોલન ચલાવ્યું. બધા વિષયો પર વિપુલ સાહિત્ય પણ લખ્યું. સમાજમાં સત્પ્રવૃત્તિઓના પુણ્યપ્રસાર માટે પોતાનું સમગ્ર જીવન હોમી નાખ્યું. જે કાર્યક્રમ ચલાવવામાં આવ્યા એમાંના મુખ્ય આ મુજબ  છે.

1.                  ભાગ્યવાદ તથા મુહૂર્તવાદને મુહૂર્તવાદને મહત્વન આપતાં કર્મવાદની પ્રેરણા, મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે નો ઉદ્દઘોષ.

2.                  સામાજીક કુરિવાજોનો ત્યાગ.

3.                  પસુબલિના વિરોધમાં સંઘર્ષ.

4.                  બાળલગ્ન, પડદાપ્રથા, દહેજ અને  મૃતક ભોજનની પ્રથા રોકવી.

5.                  દીકરા-દીકરીનો ભેદભાવ ખતમ  કરવો.

6.                  ભિક્ષાવૃત્તિનો વિરોધ.

7.                  ધર્મ, સંપ્રદાય, વર્ણ તથા લિંગ આધારિત ઊંચનીચ અને ભેદભાવનો ત્યાગ.

8.                  જુગાર, સટ્ટો તથા બેઈમાનીનો ત્યાગ.

9.                  અંધવિશ્વાસ તથા જાદુટોણાથી દૂર રહેવું.

10.             અમર્યાદિત પ્રજનન પર રોકથામ,

11.             પર્યાવરણ પ્રદૂષણ રોકવું તથા પર્યાવરણ સંરક્ષણ.

12.             આળસનો ત્યાગ.

13.             પતિવ્રત ધર્મ તથા પત્નીવ્રત ધર્મનું પાલન.

14.             તમાકુ, દારૂ વગેરે બધી નશીલી વસ્તુઓનો ત્યાગ.

15.             નિરક્ષરતા દૂર કરવી, પ્રૌઢશિક્ષણ તથા રાત્રિ પાઠશાલાઓનું પ્રચલન.

16.             અશ્ર્લીલતાનો વિરોધ.

17.             વૃક્ષારોપણ, તુલસીરોપણ તથા જળ સંરક્ષણ.

18.             આદર્શ લગ્નોનું પ્રચલન.

19.             વૃદ્ધોનું સન્માન તથા તેમનો સમાજસેવામાં ઉપયોગ.

20.             વ્યક્તિનિર્માણ, પરિવારનિર્માણ તથા સમાજનિર્માણ.

21.             આસ્તિકતા વધારવી.

22.             સ્વચ્છતા, સાદાઈ, સજ્જ્નતા, સત્યપાલન, સંયમ તથા સેવા જેવી સત્પ્રવૃત્તિઓનો પ્રસાર.

23.             સ્વાર્થ નહિ, પરમાર્થની ભાવનાનો પ્રસાર.

24.             નર અને નારી એકસમાન ની ભાવનાનો સમાજમાં વિસ્તાર.

25.             સત્ ચિંતન તથા સત્પ્રવુત્તિઓના વિકાસ માટે જ્ઞાનયજ્ઞ આંદોલન.

26.             વ્યક્તિવાદ નહિ, પરંતુ સમૂહવાદ તથા સંઘશક્તિની ધારણાનું પુનર્જાગરણ.

27.             સ્વાસ્થ્ય સંરક્ષણ, આરોગ્યની રક્ષા, આસન, પ્રાણાયામ, આયુર્વેદ, વનૌષધિ ચિકિત્સા તથા એકૌષધિ ચિકિત્સાનું પુનરુત્થાન.

28.             ગૌસંરક્ષણ દ્રારા સમાજ તથા રાષ્ટ્રનું ઉત્થાન.

29.             મહિલા જાગરણ તથા નારી ઉત્કર્ષ માટે પ્રબળ પુરુષાર્થ.

30.             ગાયત્રી અને યજ્ઞના માધ્યમથી સત્પ્રવૃત્તિઓનો વિકાસ, દેવદક્ષિણાના માધ્યમથી બૂરાઈઓનો ત્યાગ તથા સત્પ્રવૃત્તિઓને ધારણ કરવી, મંદિરોને જનજાગરણના કેન્દ્ર બનાવવાં.

31.             ભાગવત, ગીતા અને રામાયણના માધ્યમથી લોકશિક્ષણ.

32.             અધ્યાત્મના વિજ્ઞાનસંમત સ્વરૂપનું પ્રતિપાદન.

33.             કલા લોકરંજન માટે જ નહિ, લોકમંગળ માટે પણ નો ભાવ ફેલાવવો.

34.             પુસ્તકાલયો તથા વાચનાલયોનું પ્રચલન.

35.             દયા, કરુણા અને અહિંસા જેવી સત્પ્રવૃત્તિઓનો પ્રસાર.

36.             સંસ્કારના માધ્યમથી સમાજમાં સત્પ્રવૃત્તિ સંવર્ધન તથા લોકમાનસનો પરિષ્કાર.

37.             કુટિર ઉધોગો તથા સ્વાવલંબનના પ્રચલન અને પ્રશિક્ષણ દ્વારા રાષ્ટ્રને સ્વાવલંબી બનાવવાનો પુરુષાર્થ.

38.             સ્વસ્થ શરીર, સ્વચ્છ મન તથા સભ્ય સમાજના દર્શનનો સમાજમાં સૂત્રપાત.

39.             સત્પ્રવૃત્તિઓ દ્વારા મનુષ્યમાં દેવત્વનો ઉદય તથા ધરતી પર સ્વર્ગની કલ્પનાને સાકાર કરવાનો પ્રયાસ.

40.             નિરાશ સમાજમાં એકવીસમી સદી ઉજ્જ્વળ ભવિષ્ય ના ઉદ્દઘોષ દ્વારા નવચેતનાનો સંચાર.

41.             માનવીને મહામાનવ બનાવવા માટે યુગનિર્માણ સત્સંકલ્પ નો ઉદ્દઘોષ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to સાચા સમાજસુધારક

 1. Great Teaching for life!

  Just do one change out of 41.
  Or do one change every year for 41 years …..
  Our own living example will Speak Louder than the words.

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: