વેદોનો દિવ્ય સંદેશ (બ્રાહ્મણત્વ-04)
February 8, 2009 Leave a comment
વેદોનો દિવ્ય સંદેશ
અમારા શિક્ષક, નેતા અને અધિકારી બ્રહ્મચારી હોય, તેઓ ચારિત્ર્ય ભ્રષ્ટ ના હોય, નહીં તો બીજી રીતે અનર્થ મૂલક અસામાજિક તત્વોનો વિકાસ થશે અને રાષ્ટ્ર પતિત થઈ જશો.
आचार्यो ब्रह्मचारी ब्रह्मचारी प्रजापति: | प्रजापतिर्वि राजति विराडिन्द्रोड भवद्द वशी ॥ (अर्थवेद ૧૧/૫/૧૬ )
સંદેશ :- કોઈ પણ પ્રકારની સામાજિક વ્યવસ્થા હોય, ધીરે ધીરે તેમાં કુવિચારો, સ્વાર્થ અને દુષ્પ્રવૃત્તિઓ પોતાનું માથું ઉઠાવવા લાગે છે. વેદ ભગવાને વર્ણવ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણો ઉપર એ જવાબદારી નાખી હતી કે તેઓ હંમેશા જાગૃત રહી રાષ્ટ્રને જાગૃત રાખશે અને ખરાબીઓથી બચાવશે.
રાષ્ટ્રને ચલાવનારા શિક્ષક, નેતા અને અધિકારી હોય છે. તેઓ જે રાષ્ટ્ર નાયક કહેવાય છે. આજે ત્રણેય કેટલા સ્તર સુધી સ્વાર્થમાં આંધળા બનીને રાષ્ટ્રને અને સ્વયં પોતાને પતનની ખાડીમાં પાડી દીધા છે, એને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. મોટાભાગના શિક્ષકો ફક્ત પૈસા એકઠા કરવામાં લાગેલા છે અને શિક્ષણનાં પવિત્ર જ્ઞાન મંદિરો આજે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને વ્યભિચારના અડ્ડા બની ગયાં છે. સ્કૂલ અને કૉલેજોમાં દરેક પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ, દાદાગીરી, જુગાર, શરાબખોરી, નશાખોરી, બળાત્કાર વગેરે આજે સાધારણ વાત થઈ ગઈ છે. શિક્ષકો ચારિત્ર્ય હીન થવાને પરિણામે વિદ્યાર્થીઓ ફકત અનર્થકારી અસામાજિક જ્ઞાન મેળવે છે અને ખોટા માર્ગે ચાલીને પોતાનું અને દેશનું ભવિષ્ય બગાડી રહ્યા.
આ ચારિત્ર્ય હીન અને ભ્રષ્ટ વિદ્યાર્થીઓ મોટા થઈને નેતા અને અધિકારી બને છે અને પોતાના ગુરુઓના પણ ગુરુ સાબિત થાય છે. પોતાનું જ્ઞાન, વિજ્ઞાન, વિદ્યા, બુદ્ધિ બધાનો ઉપભોગ ફક્ત પોતાની સ્વાર્થ પૂર્તિ માટે જ કરે છે. તેમના હ્રદયમાં ન તો માતૃભૂમિ માટે શ્રદ્ધા છે ન તો રાષ્ટ્ર ભક્તિની ભાવના છે. આવા નેતાઓ અને અધિકારીઓની આડમાં ગુના હિત અને અસામાજિક તત્વો નિર્ભય થઈને દેશ અને જનતાને લૂંટતો રહે છે.
તેઓના વિવેકહીન આચરણથી જનતંત્રમાં જનતાની કેવી દુર્દશા થઈ રહી છે એ પ્રત્યક્ષ જોઈ શકાય છે. ભોળીભાળી જનતા આ અક્ષમ શિક્ષકો, નેતાઓ અને અધિકારીઓના દુરાચાર સહન કરવા માટે વિવશ બની છે. ભ્રષ્ટાચારી અને ચારિત્ર્ય હીનતા આજે ચરમ સીમા પર પહોંચ્યા છે. દરેક માણસ કોઈને કોઈ પદ પર પહોંચી જવા ઇચ્છે છે. આ કામ માટે દરેક પ્રકારના કનિષ્ઠ સ્તરના અપરાધીઓનો સહકાર લેવામાં આવે છે. ભોળીભાળી જનતાને સામ, દામ, દંડ, ભેદથી કોઈ પણ રીતે વશમાં કરવા માટે ષડ્યંત્ર ખુલ્લેઆમ રચે છે. લોકોનું એટલું બધું આધ્યાત્મિક પતન થઈ રહ્યું છે કે,તેઓ કોઈ પણ પ્રકારે સત્તા હાથમાં લેવા કુચક્રો રચતા રહે છે અને સત્તા મળ્યા પછી તેનો એવો નશો ચઢે છે કે રાવણનું કદ પણ તેઓની આગળ નાનું લાગે.
ઋગ્વેદમાં પણ આનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે “આ દેવા નામ ભવ: કેતુરગ્રે” ફકત શ્રેષ્ઠ માણસ જ જનતાનો નેતા થાય. નેતૃત્વ ક્યારેય ચારિત્ર્ય હીન લોકોના હાથમાં જવા દેવું જોઈએ નહીં. આ બ્રાહ્મણોનું કર્તવ્ય હતું. પરંતુ આજે તેઓ પોતે જ ચારિત્ર્ય હીન અને ભ્રષ્ટ થઈ ગયા છે તથા દેશને પતિત કરી રહ્યા
પ્રત્યેક જાગૃત નાગરિકનું કર્તવ્ય છે કે તે સાચો બ્રાહ્મણ બને.
પ્રતિભાવો