મરવાથી ડરવું શું કામ?
February 14, 2009 Leave a comment
મરવાથી ડરવું શું કામ?
મૃત્યુથી ડરવાનું કારણ આપણું અજ્ઞાન છે. જે પરમાત્માના આ સુંદર ઉપવન પર સ્વામિત્વ સ્થાપવા પ્રયત્ન કરે છે, એને છોડવા ઈચ્છતો નથી તે પોતાની મૂર્ખતાના કારણે દુ:ખી થાય છે. પોતાના મૃત્યું વખતે એ વાતનું દુ:ખ થાય છે કે આ અમૂલ્ય જીવનનો સદુપયોગ ના કર્યો. આળસના કારણે સ્ટેશને મોડા પહોંચવાના કારણે જ્યારે ગાડી ચૂકી જવાય છે એના કારણે જે ભારે નુકસાન થાય છે એનો વિચાર કરી કરીને આળસુ મનુષ્ય પસ્તાય છે અને પોતાને ઠપકો આપે છે. મૃત્યું વખતે પણ એવો જ પશ્ચાત્તાપ થાય છે.
માણસને લાગે છે કે માનવજીવન જેવી અમૂલ્ય સંપત્તિને મેં નકામી બાબતોમાં વેડફી નાખી. એનો સદુપયોગ ના કર્યો, એનો જેટલો લાભ લઈ શકાય તેટલો ના લીધો. જો આપણે જીવનની ક્ષણોનો સદુપયોગ કરીએ, એકે એક ઘડીનો ઉપયોગ આત્મકલ્યાણ માટે, સાચા સ્વાર્થ માટે કરીએ તો પછી મૃત્યું ગમે ત્યારે આવે, છતાં કોઈ પશ્ચાત્તાપ કે દુ:ખ નહિ થાય
મૃત્યુથી ડરશો નહિ. એનાથી ડરવાનું કોઈ કારણ નથી. ડરવાની બાબત છે આપણું ખોટું આચરણ. આપણાં કાર્યો તરફ જો સદાય જાગરૂક રહીએ તો આપણા માટે મૃત્યું કષ્ટકારક નહીં બને.
-અખંડજયોતિ, અપ્રિલ-1950 પેજ-4-5
પ્રતિભાવો