આપણી દુનિયા આપણી દ્રષ્ટિમાં :
February 15, 2009 Leave a comment
આપણી દુનિયા આપણી દ્રષ્ટિમાં :
આપણી અંદર, આપણા અંત:કરણમાં એક જબરદસ્ત લોક મોજૂદ છે. એ લોકની સ્થિતિ એટલી મહત્વપૂર્ણ છે કે એની આગળ ભૂલોક અને ભુવ: લોક તુચ્છ છે. બહારની પરિસ્થિતિઓ મનુષ્યને આંદોલિત તથા વિચલિત અવશ્ય કરે છે, પરંતુ સંસારના બધા પદાર્થોનો જેટલો સારો કે ખરાબ પ્રભાવ પડે છે એના કરતાં અનેકગણો પ્રભાવ આપણા પોતાના વિચારો અને વિશ્વાસનો પડે છે.
ગીતામાં ભગવાને કહ્યું છે કે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે. મનુષ્ય પોતે જેટલી સહાયતા કરી શકે છે એટલી કોઈ મિત્ર પણ કરી શકતો નથી. એ જ રીતે કોઈ બીજું એટલી શત્રુતા કરી શકતું નથી કે જેટલી મનુષ્ય પોતે પોતાની સાથે શત્રુતા કરે છે. પોતાની કલ્પનાશક્તિ, વિચાર અને વિશ્વાસના આધારે મનુષ્ય પોતાની એક દુનિયાનું નિર્માણ કરે છે. એ દુનિયા જ એને સુખ યા દુ:ખ આપ્યા કરે છે.
મનુષ્યના મનમાં પ્રચંડ શક્તિ ભરેલી છે, તે એ શક્તિ દ્વારા પોતાના માટે અત્યંત અનિષ્ટકારી અથવા અત્યંત ઉપયોગી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. દરેક મનુષ્યની પોતાની એક અલગ દુનિયા હોય છે. મનની અંદરની દુનિયા જેવી હોય છે તેવી જ બહારની દુનિયા પણ દેખાય છે.
-અખંડજયોતિ, સપ્ટેમ્બર-1947, પેજ-5
પ્રતિભાવો