વેદોનો દિવ્ય સંદેશ (આત્મબળ-01)

વેદોનો દિવ્ય સંદેશ

મનુષ્ય પોતાનું જીવન લક્ષ્ય પ્રાપ્ત કરે એનો માત્ર એક જ ઉપાય છે અને તે છે સદ્દાઆચરણ. આપણે ધર્મના માર્ગ પર ચાલતાં ચાલતાં સો વર્ષ સુધી જીવવાની કામના કરવી જોઈએ.

कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छत गुम् समा: | एवम् त्वयि नान्यथेतोडस्ति न कर्म लिप्यते नरे  ॥  (यजुवेद ૪૦/૨ )

સંદેશ :- મનુષ્યનો જન્મ અને પુનર્જન્મ બંનેનો આધાર તેના વડે થતાં કર્મો અને કર્મોના ફળ ઉપર જ છે. મનુષ્ય જન્મથી માંડીને મૂત્યુ સુધી જયાં સુધી તેની પાસે શરીર અને જીવન હોય છે ત્યાં સુધી કંઈ શારીરિક અથવા માનસિક કર્મો કર્યા જ કરે છે. કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકવું અશક્ય છે. મનુષ્ય જીવન તો કર્મ કરવા માટે જ આપણને પ્રાપ્ત થયું છે. જો કે એ વાત અલગ છે કે કરેલું કર્મ સત્કર્મ હોય કે પછી કુકર્મ.

વિજ્ઞાનનો સિદ્ધાંત આપણે બધા જ જાણીએ છીએ કે પ્રત્યેક ક્રિયાની પ્રતિક્રિયા થતી હોય છે અને પ્રત્યેક કાર્યનું એ પરિણામ હોય જ છે. સમગ્ર સંસાર ચોક્કસ નિયમ અને સિદ્ધાંત આધારે ચાલી રહ્યો છે. ભગવાનની આ દુનિયામાં અરાજકતાને કોઈ સ્થાન નથી. તેની આ સૃષ્ટિમાં માત્ર ન્યાય તથા શિસ્તનું જ સામ્રાજય ચાલે છે. ભગવાને મનુષ્યને સંસારમાં સો વર્ષ સુધી જીવતા રહીને લોકહિતના કાર્યો કરવાના આદેશ  આપ્યો છે. પરંતુ કમનસીબે માનવી લોકહિતને ભૂલી પોતાના જૂઠા અહંકાર અને સ્વાર્થની પૂર્તિ માટે પોતાનાં કર્મોને સંકુચિત બનાવી દે છે. તેના પાપકર્મોના ફળરૂપે માનવી વિકારોની ગંદકીમાં ફસાઈ જઈ પોતાનાં પાપકર્મોના ફળરૂપે ભયંકર કષ્ટો અને દુ:ખો ભોગવે છે.

કેટલીક વાર આપણા મનમાં એવો સવાલ પેદા થાય છે કે આપણે કેવા પ્રકારનાં કર્મો કરવા જોઈએ? સંસાર પ્રત્યે ઉપકારી બનવાનો અર્થ શો છે? છેવટે આપણે સંસારનું શા માટે ભલું કરીએ? હકીકતમાં તો આપણે દેખાવ કરવા માટે ઉપર છલ્લો સંસારનો ઉપકાર માનીએ છીએ. પરંતુ વાસ્તવમાં તેના નેજા હેઠળ પોતાની જાતનો જ ઉપકાર માનીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે બીજાઓની ભલાઈમાં આપણી ભલાઈ થવાની જ છે. સંસારની પ્રગતિમાં આપણી પ્રગતિ થવાની જ છે. દરેક પ્રકારના કાર્યો કરતી વખતે આપણો આ પ્રકારનો જ સર્વોચ્ચ આશય હોવો જોઈએ. જો આપણે હંમેશાં એવું વિચારતા રહીએ કે બીજાઓની સેવા કરવી એક આપણું સૌભાગ્ય છે તો અવશ્ય પરોપકાર કરવાની ઇચ્છા પ્રચંડ પ્રેરણા શક્તિ રૂપે આપણા મગજ પર છવાયેલી જ રહેશે.

આ પ્રમાણે કરવામાં આવેલાં કર્મો સ્વાર્થ રહિત હોવાને કારણે નિષ્કામ કર્મના નામથી ઓળખાય છે. આવા કર્મોની સફળતા કે અસફળતા ક્યારેય માનવીને અહંકારી નથી બનાવતી કે પછી ક્યારેય માનવીને દુ:ખી નથી કરતી. પરંતુ આવો મનુષ્ય માત્ર એટલું જ સમજે છે કે પોતાને અસફળતા એને કારણે જ મળી ગઈ છે કે સફળતાનો જેટલો પ્રયત્ન કરવો જોઈએ તેટલો પ્રયત્ન પૂરા મનથી કરવામાં આવ્યો નથી. ત્યારે પછી તે ફરીથી બમણી શક્તિ અને લગનથી કર્મ કરવા લાગે છે. આ રીતે નિષ્કામ કર્મ ક્યારેય મનુષ્યને છોડતું નથી કે પછી ક્યારેય મનુષ્યને એવા કર્મ પ્રત્યે આસક્તિ નથી રહેતી. જ્યારે પોતાનો કોઈ સ્વાર્થ નથી હોતો ત્યારે મનુષ્યમાં આત્મવત્ સર્વભૂતેષુની ભાવના પ્રબળ બને છે. બધાના લાભમાં જ તેને પોતાનો લાભ દેખાય છે. તેને સંસારમાં જે કંઈ સુખ અને સુવિધાઓ પ્રાપ્ત થાય છે તે સિદ્ધિઓનો કેવળ પોતાના માટે જ ઉપયોગ કરતો નથી પરંતુ આવો મનુષ્ય પોતાનાં સુખોની વહેંચવામાં સૌથી મોટા આનંદનો અનુભવ કરે છે. જગતને આ રીતે ત્યાગની ભાવનાથી ભોગવવામાં અને પોતાના તમામ પ્રકારનાં કર્મો કે કાર્યો ભગવાનનાં કાર્યો સાથે જોડવામાં આવે તો તેવા કર્મો કદાપિ બંધનમાં નાખતાં નથી. આવા પ્રકારના નિષ્કામ ભાવથી કર્મ કરવા વાળા મનુષ્યો જ સંસારનાં શ્રેષ્ઠ નરરત્નો બને છે. આથી મનુષ્યએ હંમેશા આસક્તિથી બચી અને અનાસક્ત ભાવથી ત્યાગપૂર્વક સત્કાર્યો કરવામાં જ પોતાનું જીવન સમર્પિત કરી દેવું જોઈએ.

શ્રેષ્ઠ જીવન લક્ષ્યની પ્રાપ્તિનો આ જ એકમાત્ર ઉપાય છે.


About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: