અધિકાર અને કર્તવ્ય :
February 15, 2009 2 Comments
અધિકાર અને કર્તવ્ય :
જો આપણને પોતાની ઉપર શ્રદ્ધા હોય, આપણી પરંપરામાં નિષ્ઠા હોય તો આપણને એવો વિશ્વાસ હોવો જોઈએ કે આ પ્રદેશની સંસ્કૃતિ પર આપણી અમિટ છાપ પડશે.
ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર ધર્મ છે. પૃથ્વી પર આજે જે સંઘર્ષ જોવા મળે છે તેનું એક માત્ર કારણ છે કે આજે બધા માત્ર પોતાનો અધિકાર જુએ છે, પરંતુ એ ભૂલી જાય છે કે અધિકારની બીજી બાજુ કર્તવ્ય છે. જે એકનો અધિકાર છે તે બીજાનું કર્તવ્ય છે. જો બધા લોકો પોતાનાં કર્તવ્યોનું પાલન કરે તો આપોઆપ બધાને પોતાના અધિકારો મળી જાય.
અધિકારનો ભૂખ્યો કહે છે કે બીજાઓ પાસેથી મને અમુક અમુક વસ્તુઓ મળવી જોઈએ. કર્તવ્યનો ઉપાસક કહે છે કે બીજાઓને મારી પાસેથી અમુક અમુક વસ્તુઓ મળવી જોઈએ. પહેલો ભાવ કડવાશ ફેલાવે છે, જ્યારે બીજો સૌહાર્દ ફેલાવે છે. જો આપણે એ સમજી લઈએ કે બધાની ઉપર ઋણ છે, બધાનો બધાના કલ્યાણ સાથે સબંધ છે, મારે મારું ઋણ ચૂકવવાનું જ છે, તો બધા અનાયાસે જ શ્રેયના ભાગીદાર બની જશે. આનું જ નામ ધર્મ છે. રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રીય જીવન માટે આનાથી વધારે સારો બીજો કોઈ માર્ગ નથી.
ભારતનો નાગરિક હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી યા ગમે તે હોય, પરંતુ એણે કામ ધર્મબુદ્ધિથી કરવું જોઈએ. ભારતીય સંસ્કૃતિનાં એક જ મૂળ ધર્મ છે. ધર્મનો અર્થ સંપ્રદાય નથી.
અખંડજ્યોતિ, ઓકટોબર–1947, પેજ-12
khuba j sarasa
Divyesh Patel
http://www.divyesh.co.cc
http://www.krutarth.co.cc
LikeLike
Thanks to tell the universal Truth.
Tulsidal will put this to shine the truth.
Rajendra
LikeLike