જ્ઞાનયોગ એક સરળ સાધના :
February 16, 2009 Leave a comment
જ્ઞાનયોગ એક સરળ સાધના :
દુનિયામાં લક્ષ્મી, વિદ્યા, પ્રતિષ્ઠા, બળ, પદ, મૈત્રી, કીર્તિ, ભોગ, ધનસંપત્તિ વગેરેને પુણ્ય ફળ માનવામાં આવે છે. આ બધાં જ્ઞાનરૂપી વૃક્ષનાં ફળો છે. જ્ઞાન વગર આમાંની એક પણ વસ્તુ મળી શક્તી નથી. પરમાર્થ માટે જ્ઞાનથી મોટી બીજી કોઈ વસ્તુ નથી.
ભૂખ્યા માણસને એકાદ બે દિવસ ભોજન કરાવી દેવાથી કાયમની સમસ્યાનો ઉકેલ આવી જતો નથી. એને કોઈ એવો રસ્તો બતાવવો જોઈએ કે એ માર્ગે ચાલીને તે પોતે આજીવિકા કમાઈ શકે. બીમારી કદાચ દવાથી દૂર થઈ જાય, તો પણ નીરોગી રહેવા માટે સ્વાસ્થ્ય સંબંધી જ્ઞાન હોવું જરૂરી છે. માત્ર દવાથી કાયમ માટે કોઈનો રોગ દૂર થઈ શકતો નથી, પરંતુ જ્ઞાનના આધારે દવા વગર પણ રોગ સારો થઈ જાય છે અને દિર્ધ જીવન મળી શકે છે.
ચિંતા તૃષ્ણા, લોલુપતા, ઉદ્વેગ, ક્રોધ, શોક, ગભરાટ, નિરાશા વગેરે ભયંકર માનસિક અશાંતિ જીવનને ભારરૂપે અને નાટકીય બનાવી દે છે તે જ્ઞાનથી શાંત થઈ શકે છે. ત્રણેય લોકોની સંપત્તિ મળી જવા છતાં ઉપરોકત અશાંતિની આગ બુઝાતી નથી, ઊલટી વધે છે. એમને બુઝાવનાર એકમાત્ર જ્ઞાન જ છે. સાંસારિક તથા પારલૌકિક શાંતિ મેળવવાની ચાવી જ્ઞાન જ છે.તુચ્છ મનુષ્ય એના બળે જ મહાપુરુષ અને મહાત્મા બને છે. માટે અવશ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
-અખંડજ્યોતિ, મે-૧૯૪૪ પેજ-૯૬
પ્રતિભાવો