વિદાય વખતે માતાએ પુત્રીને આપેલ અમૂલ્ય સંદેશ.
February 24, 2009 3 Comments
કન્યાની પ્રતિજ્ઞા
વિદાય વખતે માતાએ પુત્રીને આપેલ
અમૂલ્ય સંદેશ.
મારા જીવનને પતિ સાથે જોડી દઈને નવું જીવન શરૂ કરીશ અને એ રીતે ઘરમાં હંમેશા સાચા અર્થમાં અર્ધાગીને બનીને રહીશ.
પતિના કુટુંબના સભ્યને એક જ શરીરનાં અંગ માનીને ચાલીશ, બધાની સાથે વિવેકથી વર્તન કરીશ, ઉદારદાપૂર્વક સેવા કરીશ, મધુર તથા કોમળ વહેવાર કરીશ.
આળસ છોડી દઈને મહેનત પૂર્વક ઘરકામ કરીશ, એ રીતે પતિની પ્રગતિ અને જીવન વિકાસમાં ઉચિત ફાળો આપીશ.
પતિવ્રત ધર્મનું પાલન કરીશ. પતિની પ્રત્યે શ્રદ્ધા ભાવના બનાવી રાખી હંમેશા એમને અનુકૂળ બનીને રહીશ. કપટ કે દુર્ભાવ નહીં કરું. સુચનોનું વિલંબ કર્યા વગર પાલન કરવાનો અભ્યાસ કરીશ.
સ્વચ્છતા, પ્રસન્નતા, સેવા અને પ્રિય બોલવાનો અભ્યાસ બનાવી રાખીશ.તેનાથી વિરૂદ્ધ ઈર્ષા, ચીડિયાપણું વગેરે કે દોષ સ્વીકારીશ નહીં. એ રીતે હંમેશા આનંદ આપનાર બની રહીશ.
ઓછા ખર્ચમાં ઘરનું સંચાલન કરીશ, બિન જરૂરી ખર્ચા નહીં કરું. પતિ આર્થિક રીતે અથવા શારીરિક દ્રષ્ટિએ સમર્થહીન બની જશે તોય હું ઉસ્તાહપૂર્વક સદ્દગૃહસ્થનું અનુશાસન સ્વીકારી પૂરેપૂરી રીતે તેનું પાલન કરીશ.
સ્ત્રીને માટે પતિ દેવ સ્વરૂપ હોય છે, એવું માનીને મતભેદ ભૂલી જઈ, સેવા સાધના કરતાં કરતાં જીવનભર સક્રિય રહીશ, કદીય પતિનું અપમાન નહી કરું.
જેઓ પતિના પૂજય અને શ્રદ્ધાપાત્ર છે તેમને સેવા અને વિનય દ્વારા હંમેશા પ્રસન્ન અને સંતોષી રાખીશ.
Nice thoughts from a Daughter going as a wife from the parents’place to the Husband’s home &n makes it as her own….
But, the husband should be “deserving ” & he has to fulfill his Duties towards his Wife & if he does not do that he has lost his RIGHTS,
Let us bring the “true love ” in the Families !
LikeLike
આત્મિય મિત્રો,
કન્યાની પ્રતિજ્ઞા/ વરની પ્રતિજ્ઞા
વિદાય વખતે માતાએ પુત્રીને આપેલ અમૂલ્ય સંદેશના
રંગીન પોસ્ટરો મેળવા માટે ગાયત્રી જ્ઞાન પીઠ, જૂના વાડજ, પાટીદાર સોસાયટી, અમદાવાદ -13
LikeLike
Very nice…
LikeLike