જેવા તમે તેવો તમારો સંસાર
February 28, 2009 Leave a comment
જેવા તમે તેવો તમારો સંસાર
આપણે જેવા છીએ તેવો જ આપણો સંસાર હશે. જો આપણે સુખી હોઈએ તો આપણો આખો સંસાર સુખી છે અને જો આપણે દુ:ખી હોઈએ તો આખો સંસાર દુ:ખમય લાગશે, પછી ભલે તે ગમે તેટલો સુખમય હોય.
જો આપણું મન પણ સુખનો અનુભવ કરવા લાગે તથા એમ વિચારે કે આ દુ:ખ આપણી પરીક્ષા માટે જ મને મળ્યું છે તો આપણને દુ:ખની છાયા પણ સ્પર્શી શકતી નથી. જો આપણે આવું ચિંતન કરીશું તો વાસ્તવમાં આપણે દુ:ખને સુખમાં બદલી શકીશું. એવું કરવા માટે આપણને ત્યાગને તપની જરૂર પડે છે કે જેથી પ્રતિક્રીયા આપણા આત્મા ઉપર જ થાય છે. જો આપણો આત્મા આ બધાને સહન કરી લે તો વાસ્તવમાં આપણી અંદર એક આધ્યાત્મિક શક્તિઓ વિકાસ થાય છે, જેનું નિર્માણ આપણે આપણા વિચારો દ્વારા જ કરીએ છીએ.
આજે આપણે ભલે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, પણ આપણે આપવા દ્રષ્ટિકોણને બદલી નાખવો જોઈએ તથા આપણા વિચારોને હંમેશા પ્રસન્નતા, આશા, શક્તિ વગેરે તરફ વાળવા જોઈએ. આથી જ કહેવાયું છે કે જેવા તમે હશો તેવો તમારો સંસાર હશે.
અખંડજ્યોતિ, માર્ચ-1951, પેજ-17
પ્રતિભાવો