પ્રેમી અને ધનવાન બનો :
February 28, 2009 Leave a comment
પ્રેમી અને ધનવાન બનો :
પ્રેમમય જીવન જ સુખ છે. સાચું સુખ ઈચ્છત હો તો દરેકની સાથે પ્રેમ રાખો, પ્રેમી બનવાથી તમને સાચો આદર મળશે, જેથી તમને સુખનો અનુભવ થશે. આ પ્રકારના પ્રેમનો વિકાસ કરતા રહેશો તો તમે મહાસુખનો અનુભવ કરશો. જો આ મહાસુખ પ્રાપ્ત કરી લીધું તો આનંદ સામે ચાલીને તમારી પાસે આવશે કારણ કે સુખમાં જ આનંદ છે અને આનંદમાં શાંતિ છે.
પ્રેમ કરવાથી પ્રેમ વધે છે અને દ્રેષ કરવાથી દ્રેષ વધે છે. પ્રેમ કરવાથી એકતા વધે છે, જ્યારે દ્રેષ કરવાથી એકતા તૂટે છે. આ જ કારણે આપણો દેશ ગુલામ થયો હતો.
ભગવાન તેને જ મદદ કરે છે જે પોતાની જાતને મદદ કરે છે. લક્ષ્મી પુરુષાર્થી માણસોને જ પ્રાપ્ત થાય છે, ભાગ્ય પર આધાર રાખી બેસી રહેનારને નહીં. માટે પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પુરુષાર્થ કરો. ધનવાન બનવાનો મૂળ મંત્ર એ જ છે કે તમે પરિશ્રમ કરો, યોગ્યતામાં વધારો કરો, ખોટાં ખર્ચ ના કરો ને ઈમાનદાર બનો.
નાનાં કામ કરવામાં સંકોચ ના રાખો. સુશિક્ષિત બનો. આળસ છોડીને હ્રદયમાં ઉમંગ પેદા કરો. આ સદ્દગુણો જ તમને ધનવાન બનવામાં મદદ કરશે. આપણી ગરીબીનું કારણ શું છે? આ પ્રશ્ન પર વિચાર કરો અને જે કોઈ કારણ હોય તેને દૂર કરવાનો સતત પ્રયત્ન કરો.
અખંડજ્યોતિ, નવેમ્બર-1958, પેજ-31
પ્રતિભાવો