સ્થાયી સુખ કયાં છે?
March 3, 2009 3 Comments
સ્થાયી સુખ કયાં છે ?
આપણે મોટે ભાગે શારીરિક તથા માનસિક સુખ શોધતાં ફરી એ છીએ, પરંતુ જે ખરેખર સૌથી ઉત્તમ સુખ છે એ આધ્યાત્મિક સુખની તો આપણને ખબર જ નથી. આપણા બધાં કાર્યોમાં સુખ મેળવવાની ઈચ્છા છુપાયેલી હોય છે. આપણે સ્થૂળ લાભ જોનારા મનુષ્યો બાહ્ય વસ્તુઓ થી જ સુખ મેળવવાની ઈચ્છા રાખીએ છીએ, પરંતુ શું બાહ્ય વસ્તુ કોઈને સુખ આપી શકે ખરી? આ જગતમાં આપણા સુખનો સામાન બહાર નથી, પરંતુ આપણી અંદર છે. હિંદુ શાસ્ત્રો પણ એ વાતનું પ્રમાણ આપે છે કે મનનું તત્વ જાણ્યા વગર બાહ્ય જગતમાં સુખોની કોઈ આશા રાખી શકાય નહિ. તેથી મનનું તત્વ જાણવું અને એની ઉપર પૂરે પૂરો કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. મનને જીતી લેવા થી આપણે આખા સંસારને જીતી શકીશું.
મનુષ્ય માટે સુખની ખાણ, આનંદ નું ઝરણું આપણી અંદર જ છે. બહાર તો તેની માત્ર ઝલક દેખાય છે. શાસ્ત્રનું કહેવું સાચું જ છે કે જો આપણે સત્ય વસ્તુ, બ્રહ્મ યા પરમાત્માને જાણવો હોય તો સૌ પ્રથમ આપણે આપણા ચિત્તને સ્થિર બનાવવું પડશે. એને સાધના નું, ધર્મનું એક અંગ કહે છે. તેથી કાયમી સુખ મેળવવા માટે આપણે ધર્મનો આશ્રય લેવો જ પડશે. ધર્મ જ આપણને વર્તમાન ના ક્ષણિક સુખ ના બદલે ભવિષ્યમાં મળનારા અક્ષય સુખનો માર્ગ બતાવે છે.
-અખંડજયોતિ, સપ્ટેમ્બર-૧૯૪૨, પેજ-૧૮
સાવ સાચી વાત.
અને છતાં બાહ્યો પચાર આટલો બધો કેમ વકરી ગયો છે?
LikeLike
જય શ્રીકૃષ્ણ કાન્તિભાઈ,
સાચી વાત છે કે આધ્યાત્મિક એક અલૌકીક સુખ છે.અને સુખની પરિભાષા તો માનવ માટે સમય અને સંજોગો બદલાતા બદલાય છે.એક માટે જે વસ્તુ સુખ આપે છે તે બીજાને માટે દુ;ખ હોય છે.જેમકે ખેડૂત માટે વરસાદ પડે તો સુખ અને કુંભાર માટે વરસાદ પડે તો દુઃખ.
આપનો ડો.હિતેશ ચૌહાણ.
LikeLike
આપણે મોટે ભાગે શારીરિક તથા માનસિક સુખ શોધતા ફરીએ છીએ, પરતું જે ખરેખર સૌથી ઉત્તમ સુખ છે એ આધ્યાત્મિક સુખની તો આપણને ખબર જ નથી.
Kantibhai A nice Post…..I reposted a few lines of your Post which conveys your message. Sukh ( Happiness ) is our perception. Physical & mental wellbeing is important & must be there so that we as Humans can think & march along the Path of Bhakti & achieve the “Real Happiness” !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
LikeLike