સુવિચાર : હિમ્મત ન હારો
March 10, 2009 Leave a comment
જે લોકો પર તમે આશાના ઊંચા મિનારા ચણ્યા છે
તે બધા કલ્પનાના ગગનમાં વિહાર કરવા સમાન
અસ્થિર, અસાર અને પોકળ છે.
પોતાની આશાને બીજાને હવાલે કરી દેવી,
એ તો ખુદ પોતાની મૌલિકતાને નષ્ટ કરી
પોતાના સાહસને પાંગળું બનાવવા તુલ્ય છે.
જે વ્યક્તિ બીજાના આધારે જીવન ગુજારતા રહે છે
તેઓ નિરાધાર બની જાય છે.
પ્રતિભાવો