સફળતાના જનની સંકલ્પશક્તિ
March 11, 2009 1 Comment
સફળતાના જનની સંકલ્પશક્તિ
‘આ મારો સંકલ્પ છે ’ એનો અર્થ એ છે કે આ કાર્યમાં પ્રાણ, મન અને સમગ્ર શક્તિ સાથે સંલગ્ન થઈ રહ્યો છું. આ પ્રકારની વિચારણા દ્રઢતા જ સફળતાની જનની છે. સંકલ્પ તપનો, ક્રીયાશક્તિનો રચયિતા છે. તેમાં અનેક સિદ્ધિઓ અને વરદાન સમાયેલા છે.
પોતાને અસમર્થ, અશક્ત અને અસહાય ન સમજો. “સાધનોના અભાવે કેવી રીતે આગળ વધી શકીએ ?” એવા નબળા વિચારોનો ત્યાગ કરો. યાદ રાખો, શક્તિનો સ્ત્રોત સાધનોમાં નથી, સંકલ્પમાં છે. જો ઉન્નતિ કરવાની, આગળ વધવાની ઇચ્છાઓ તીવ્ર થઈ રહી હશે તો આપણે જે સાધનોનો આજે અભાવ દેખાય છે તે કાલે નિશ્ચિતપણે દૂર થતો દેખાશે. દ્રઢ સંકલ્પમાં ઓછાં સાધનોમાં પણ માણસ અધિકતમ વિકાસ કરી શકે છે અને મસ્તીનું જીવન જીવી શકે છે.
આપનામાં પણ અસાધારણ ગુપ્ત શક્તિઓનો, મન, શરીર, આત્માની અસંખ્ય શક્તિઓનો ભંડાર છુપાયેલો છે. દુ:ખ એ છે આપ આપને સાધારણ પ્રાણી માનો છો. વાસ્તવિક નબળાઈ એ છે કે હજી આપણને આપણા પોતાના ઉપર વિશ્વાસ નથી. ઈશ્વરીય શક્તિઓ, વિપુલ તાકાતો, માનસિક – શારીરિક – આત્મિક સંપદાનો જે અંશ એમનામાં છે તે જ વાસ્તવમાં આપનામાં પણ મોજૂદ છે. આપ એ યાદ રાખો કે સતત પરિશ્રમ અને એક લક્ષ્યસિદ્ધિથી જ ભાગ્ય બને છે. જનતાની સતત ઇચ્છા-સાધનાથી દેશ ઊઠે છે. ઇચ્છા એક પ્રબળ શક્તિ છે. જે પોતાનો માર્ગ શોધી જ કાઢે છે. ક્યારેય વિકટ પરિસ્થિતિથી હાર ન માનો, પરંતુ જેટલી કઠિન પરિસ્થિતિ હોય, એટલું જ વધારે ધૈર્ય અને ઉત્સાહ અંદરથી પ્રગટ કરો. જાતજાતની કોશિશ કરો. અનેક જગ્યાથી પ્રગટ કરો. જાતજાતની કોશિશ કરો. અનેક જગ્યાએ કામ કરો. ક્યાંક ને ક્યાંક સફળતા મળી જ જશે. સંકલ્પની દ્રઢતા, ધૈર્ય અને સાહસથી માણસ જીતે છે. સફળતાનું મૂળ મનુષ્યની ઇચ્છાશક્તિમાં સમાયેલું છે. માનવીય શક્તિઓમાં તેની ઇચ્છાશક્તિ સૌથી પ્રબળ અને મુખ્ય હોય છે.
મનુષ્યની વાસ્તવિક શક્તિ તેની ઇચ્છાશક્તિ જ છે. કારણ કે તે જ જીવનનાં ચિન્હ, કર્મની નિર્માત્રી અને પ્રેરક હોય છે. જ્યાં ઇચ્છા નથી, ત્યાં કર્મ નથી અને જ્યાં ઇચ્છા છે, ત્યાં કર્મો હોવાનું અનિવાર્ય છે. બધી જ ઇચ્છાઓ સંકલ્પની સીમાનો સ્પર્શ નથી કરી શકતી. તેમાં પૂર્તિનું બળ નથી હોતું, આથી તેને નિર્જીવ માનવામાં આવે છે, પરંતુ એ ઇચ્છાઓ બુદ્ધિ, વિચાર અને દ્રઢ ભાવના દ્વારા જ્યારે પરિષ્કૃત થઈ જાય છે તો સંકલ્પ બની જાય છે. ધ્યેયસિદ્ધિ માટી ઇચ્છા કરતાં સંકલ્પમાં વધારે શક્તિ હોય છે. સંકલ્પ એવા દુર્ગ જેવો છે, જે ભયંકર અવરોધ, દુર્બળ અને ડામાડોળ પરિસ્થિતિઓથી પણ રક્ષણ કરે છે અને સફળતાના દ્વાર સુધી પહોંચવામાં મદદ કરે છે.
પ્રત્યેક વિચારનું એક નિશ્ચિત સ્વરૂપ હોય છે, જે બીજા સજાતીય પ્રવાહો સાથે મળીને વધારે શક્તિશાળી બનતો રહે છે. આ જાતના અનેક સંકલ્પ-વિકલ્પ આ સૂક્ષ્મ જગતમાં વિદ્યમાન છે, પણ તેનો લાભ મનુષ્ય જ્યારે વિશેષ મનોયોગપૂર્વક કોઈ એક ઇચ્છાની પૂર્તિ તરફ પ્રવૃત્ત થાય છે ત્યારે મળે છે. જેવી રીતે ભૂખ્યો અજગર શ્વાસની તેજીથી નાનાંનાનાં જીવજંતુ, કીટપતંગોને ખેંચી લે છે તેમ આ જાતનું મસ્તિષ્ક આ સજાતીય વિચાર તરંગોને સૂક્ષ્મ આકાશમાંથી ખેંચે છે.. સજાતીય તત્વોની એક અદ્રશ્ય શક્તિનું કોઈ મહત્વ અને મૂલ્ય નથી. તેવી જ રીતે એ પણ સાચું છે કે શક્તિના અભાવે સંકલ્પ પણ પૂરા નથી થઈ શકતા.
સંકલ્પની સાથે શક્તિને જોડવી એ પણ એક કળા છે અને એમાં બહુ થોડા લોકો જ પારંગત થઈ શકે છે. તેનું કારણ છે, પરિશ્રમ અને પ્રયાસો પ્રત્યે નિરપેક્ષ બની રહેવું. સચ્ચાઈ એ છે કે જેની સાથે સશક્ત પ્રયાસ પણ જોડાયેલા હોય તે જ ઇચ્છાઓ પૂરી થાય છે. અહીં શક્તિનો અર્થ ઉદ્દેશ દ્રઢ નિષ્ઠા, તેને પૂરો કરવા માટે આવશ્યક બાધાઓ સાથે સંઘર્ષનું મનોબળ અને સાહસ છે. તેના વિના સંકલ્પ ક્યારેય શક્તિ બની શકતા નથી.
In Engkish , they call it power of WORD
In Hindu rituals –
अहम करिष्ये !
But how many understand the gravity of this?
આ લેખમાં એનું એક સત્ય ઉદાહરણ છે –
http://gadyasoor.wordpress.com/2008/08/26/sankalp_r_maharaj/
LikeLike