શાંત વિચારોની શક્તિ.

શાંત વિચારોની શક્તિ.

આપણે જે વિચારીએ છીએ એનો કાયમી પ્રભાવ આપણી ઉપર તથા બીજા ઉપર પડે છે. શાંત વિચાર ધીરે ધીરે આપણા મનને બદલી નાખે છે. આપણે અમથા જ એ કામોમાં પરોવાઈએ છીએ કે જે આપણી પ્રવૃત્તિને અનુકુળ છે અને એ કામોથી આપણે ડરીએ છીએ, જે આપણી પ્રકૃતિને પ્રતિકૂળ છે.

આપણા સ્વભાવને બદલવો એ આપણા હાથમાં છે. એને આપણા શાંત વિચારોથી બદલી શકાય છે. સ્વભાવ બદલાઈ જવાથી માણસ માટે કોઈ પણ વિશેષ પ્રકારનું કામ કરવાનું સરળ બની જાય છે.

જે કામને માણસ પોતાના ખરા મનથી કરવા નથી માગતો, પણ માત્ર દેખાડો કરવા ખાતર કરવું પડે છે, તો એમાં અનેક પ્રકારનાં વિઘ્નો દેખાય છે કારણ કે તમારું મન એ કાર્ય કરવા સંમત નથી. શાંતિથી માણસ પોતાની કોઈ ભૂલ અથવા કાર્યની નિષ્ફળતા પર વિચાર કરે તો એ એનું કારણ પોતાની અંદરથી જ મેળવે છે. જે કામ શાંત મનથી કર્યું હોય એનાથી આત્મવિશ્વાસ વધે છે અને એ કામમાં સફળતા અવશ્ય મળે છે.

શાંત મન દ્વારા વિચાર કરવાથી યાદશક્તિ તીક્ષ્ણ બને છે. ઈન્દ્રિયો સ્વસ્થ બને છે. જો ઈચ્છાઓ વધતી જાય તો શાંત વિચારોનો નાશ કરી નાખે છે. જે માણસની ઈચ્છાઓ જેટલી વધારે હોય છે એને ભય, ચિંતા, શંકા, વહેમ અને મોહમાયા પણ એટલી જ વધારે હોય છે.

અખંડજ્યોતિ, મે-1955, પેજ-5-6-7

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: