વેરની ભાવના છોડો :-

વેરની ભાવના છોડો :

વિરોધી વાતોને કદી મગજમાં ન ટકવા દો. એ કોણ જાણે કયારે વિદ્રોહ પેદા કરી દે ? અન્યનું દોષ દર્શન, ઘૃણા કે દ્રેષ કરીને મનમાં વેરની ભાવના ન રાખો. પ્રત્યેક વ્યક્તિમાં સદ્દગુણ શોધો. ગુણ ગ્રાહકતાથી આપના સદ્દગુણ વધશે.

ઘુણાના બદલામાં પ્રેમ કરો. કોઈનું અહિત ન વિચારો. બની શકે તો ઉપકાર કરો. બીજાનું હિત કરો કદાચ કોઈ અપરાધ કરે તો પણ તેને ક્ષમા આપો. એ ન વિચારો કે આથી તમને હાનિ થશે. સદ્દગુણો અને સદ્દવિચારોની કિંમત અનેક ગણી વધીને પાછી  ફરી છે.

આ સમગ્ર સંસાર પરમાત્માથી ઓતપ્રોત છે. જેવી રીતે એક જ સૂરજપાણીના અનેક ઘડામાં એક જ સરખો દેખાય છે તે રીતે શરીરની વિવિધતા હોવા છતાં પણ પ્રાણી માત્ર તે અવ્યકત પરમાત્માનાં જ પ્રતિબિંબ છે. એમની સાથે અલગતાનો ભાવ રાખવાનું તાત્પર્ય એ છે કે તમે પરમાત્માને દોષ દો છો. કોઈની પ્રત્યે વેરભાવના રાખવાનો અર્થ પરમાત્મા સાથે દ્રેષ રાખવાનો છે. તમે આ ભાવનાઓને મનમાંથી બહાર કાઢીને હંમેશા મંગલ જ વિચાર્યા કરો.

સદ્દભાવના આખા વાતાવરણમાં પ્રસરીને આપના હ્રદયમાં પવિત્ર શાંતિ તથા મૈત્રીનો વિસ્તાર કરશે. આ રીતે મંગલ કર્મ કરનારાની કદી દુર્ગતિ થતી નથી. તે ચિરકાળ સુધી ધરતીના સુખનો ઉપભોગ કરતો રહે છે.

અખંડજ્યોતિ, મે-1965, પેજ-26

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: