તમે તમારી સાથે સદ્દવ્યવહાર કરો.
March 27, 2009 Leave a comment
તમે તમારી સાથે સદ્દવ્યવહાર કરો.
તમે ઈશ્વરના પ્રતિનિધિ છો, તમે સર્વશ્રેષ્ઠ વિભૂતિના પૂંજ છો, તો તમને કયો હક છે કે તમે તમારી જાતને દીનહીન કે અભાગિયા સમજો ? તમે ઈશ્વરનું અપમાન ના કરી શકો. ઈશ્વરત્વ એ સંસારની મૂળ ક્રિયાત્મક શક્તિ છે. સંસારમાં જે બધા પ્રત્યે સત્ય, સુંદર અને શિવ બની શકે છે તે ઈશ્વરત્વના સંસ્કાર તમારા રક્ત અને માંસમાં દોડી રહ્યા છે.
તમે તમારી સાથે સદ્દવ્યવહારી બનવાનું શીખો. તમે બીજાનું ભલું ઈચ્છો છો. તમારા સંતાનનું શિક્ષણ, સ્વાસ્થ્ય, પ્રગતિ અને ભલાઈ માટે આકાશપાતાળ એક કરો છો. પત્ની અને બાળકોના હિત માટે સતત ચિંતા કરો છો. બીજાના ભલા માટે ચિંતા કરવી એ સારું છે, પરંતુ એનાથી શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમે તમારા વિશે પણ ચિંતિત રહો.
બીજા સાથે ખરાબ વર્તન કરવું એને તમે પાપ કહો છો. આવા ખરાબ વ્યવહારને તમે ઘુણાની દ્રષ્ટિએ જુઓ છો, પરંતુ તમે તમારી બાબતમાં જે વિચાર ધરાવો છો એ મારા મતે તો મહાપાપ છે. બીજાએ જે પાપ કર્યા છે એ તો દુનિયા જુએ છે, પણ તમે તમારી સાથે જે અન્યાય કરો છો એ પાપને તમે ધ્યાનમાં લેતા નથી. અંતર્દ્રષ્ટિથી અંતરાત્મા એ જુએ છે. તે ક્યારેક ક્યારેક તમને ધિક્કારે પણ છે. આ ચેતવણી પ્રત્યે તમે ધ્યાન આપતા નથી. તેથી તે શક્તિ ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે. તમે તમારી જાત પ્રત્યે સદ્દવ્યવહારુ બનો.
અખંડજ્યોતિ, જાન્યુઆરી-1952, પેજ-8
પ્રતિભાવો