પોતાની ભૂલોનો સ્વીકાર કરો :
April 1, 2009 1 Comment
પોતાની ભૂલોનો સ્વીકાર કરો :
માણસ જ્યારે કોઈ ભૂલ કરે છે ત્યારે એને એની ભૂલને લીધે બીક લાગે છે. એ વિચારે છે કે જો હું ભૂલનો સ્વીકાર કરીશ તો હું અપરાધી કહેવાઈશ. લોકો મને ખરાબ કહેશે અને ભૂલનો ભોગ બનવું પડશે. એ વિચારે છે કે આવી બધી ઉપાધિઓથી બચવા માટે સારું એ છે કે ભૂલનો સ્વીકાર ના કરું. એને સંતાડું કે બીજાના માથે ઢોળી દઉં.
આવી વિચાર ધારાથી પ્રેરાઈને ખોટું કામ કરનાર હંમેશા ખોટમાં રહે છે. એક ભૂલ છુપાવવાથી વારંવાર ભૂલો કરવાની હિંમત આવે છે એને લીધે અનેક ભૂલો કરવાની અને ગુનો છુપાવવાની ટેવ પડી જાય છે. ગુનાઓના ભારથી અંત:કરણ મેલું અને દૂષિત બની જાય છે અને છેલ્લે માણસ દોષો અને ગુનાઓની ખાણ બની જાય છે.
ભૂલનો સ્વીકાર કરવાથી મનુષ્યનું મહત્વ ઘટી જતું નથી, પરંતુ એના મહાન આધ્યાત્મિક પાસાનો ખ્યાલ આવે છે. ભૂલને સ્વીકારવી એ બહુ મોટી બહાદુરી છે. જે લોકો પોતાની ભૂલનો સ્વીકાર કરે છે અને પ્રતિજ્ઞા કરે છે કે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરું તેઓ ધીમે ધીમે સુધરી જીવનમાં ખૂબ આગળ વધે છે. ભૂલને સ્વીકારવી અને સુધારવી એ આત્મોન્નતિનો ઉત્તમ માર્ગ છે. તમે ઈચ્છો તો પોતાની ભૂલ સ્વીકારી તમે નિર્ભય અને મજબૂત મનોબળવાળા બની શકો છો. આત્મબળ અને મનોબળ મજબૂત બનાવી અધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી શકાય છે. આત્માની ઉન્નતિથી આગલા જન્મમાં તમે મહાન બનવા તૈયારી કરી શકો છો. ભૂલને સુધારી લેવાથી જીવન સુખી બની શકે છે.
-અખંડજ્યોતિ, એપ્રિલ-1946, મુખપૃષ્ઠ
ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુરના દરરોજ ક્રાંતિકારી વિચારો નિયમિત આપના ઈનબોક્ષમાં મેળવા માટે સબસ્ક્રાઈબ્ડ કરો.. અને આપને આવેલ ઈમેઈલને વેરીફાય કરો, અને Free માં આપનો લવાજમ ભરાય જશે.
દરેક આર્ટીકલ્સ નિયમીત ઈ-મેઈલ દ્વારા મેળવો.
today people afraid to accept thier mistake because other do not agree to that one can commit
LikeLike