મૃત્યુનો ભય દૂર કરી દો :
April 2, 2009 Leave a comment
મૃત્યુનો ભય દૂરકરી દો
મોતથી માણસ બહુ ડરે છે. એ ડરનું કારણ શોધતાં ખબર પડે છે કે મનુષ્ય મૃત્યુથી નહિ, પરંતુ પોતાનાં પાપોનાં દુષ્પરિણામથી ડરે છે. એવું જોવા મળે છે કે મનુષ્યને જો નષ્ટ કે વિપત્તિ ભર્યા સ્થળે જવું પડે તો તે જતી વખત ખૂબ ડરે છે અને વ્યાકુળ થઈ જાય છે. મૃત્યુથી મનુષ્ય ગભરાય છે તેનું કારણ એ છે કે એનાં અંતરાત્માને એવું લાગે છે કે આ જીવનનો મેં જે દુરુપયોગ કર્યો છે એના પરિણામે મૃત્યુ પછી મારી દુર્ગતિ થશે. જ્યારે મનુષ્ય વર્તમાન કરતાં વધારે સારી, ઉન્નત અને સુખકર પરિસ્થિતિમાં જાય છે ત્યારે એને જરાય દુ:ખ નથી થતું, પરંતુ પ્રસન્નતા થાય છે. જે લોકો પોતાના જીવનને નકામાં અને અયોગ્ય કાર્યોમાં વેડફી નાખે છે તેઓ જેવી રીતે બકરો કતલખાનાના દરવાજામાં પ્રવેશતાં ભાવિ પીડાની આશંકાથી ડરે છે તેવી જ રીતે ડરે છે.
જો તમે મૃત્યુના ભયથી બચવા ઈચ્છતા હો તો પોતાના જીવનનો સદુપયોગ કરવાનું, પોતાનાં કાર્યોને ધર્મમય બનાવવાનું શરૂ કરી દો. એવું કરવાથી તમારા અંતરાત્માને એવો વિશ્વાસ થવા લાગશે કે તમારું ભવિષ્ય અંધકારમય નહિ, પરંતુ પ્રકશમય છે. જે ક્ષણે આવો વિશ્વાસ થશે તે જ ક્ષણે મૃત્યુનો ભય ભાગી જશે. ત્યારે તમે શરીર બદલવાને વસ્ત્રો બદલવા જેવી સામાન્ય બાબત માનવા લાગશો અને તમને એનાથી જરાય ડર નહિ લાગે.
-અખંડજ્યોતિ, સપ્ટેમ્બર-૧૯૪૪, પેજ-
પ્રતિભાવો