સત્સંગનું મહત્વ :
April 5, 2009 Leave a comment
સત્સંગનું મહત્વ :
તમે એવા માણસોના પ્રેમપાત્ર બનવા સદાય પ્રયત્ન કરવા રહો કે દુ:ખ આવતાં તમને મદદ કરવા તત્પર બને અને અને જેમનામાં તમને બૂરાઈઓમાંથી બચાવવાની તથા નિરાશાને આશામાં બદલવાની ક્ષમતા હોય.
ખુશામત કરનારા તો અનેક મળી શકે છે. મતલબી દોસ્તો પળવારમાં આવી મળેછે, પરંતુ એવા માણસો મળવા મુશ્કેલ છે, જે કડવી આલોચના કરી શકે, સાચી સલાહ આપી શકે, ધમકાવી શકે તથા ભયથી સાવધાન કરી શકે. રાજા તથા શાહુકારોની મિત્રતા કરવાનું તો બધા ઈચ્છે છે, પણ સૌથી ઉત્તમ મિત્રતા તો મહાના આત્માવાળા ધાર્મિક પુરુષોની હોય છે. જેનીપાસે મૂડી જ મૂડી ના હોય તે કેવો વેપારી ? જેને સાચો મિત્રો ન હોય તે કેવો બુદ્ધિમાન ? ઉન્નતિ કરવા માટે મનુષ્યને શ્રેષ્ઠ મિત્રોનો સહયોગ મળે તે ખૂબ જરૂરી છે. અનેક દુશ્મનો ઊભા કરવા તે મૂર્ખતા છે, પરંતુ એનાથી વધારે મોટી મૂર્ખતા એ છે કે સારા અને સાચા માણસોનો સાથ છોડી દેવો.
નિર્મળ બુદ્ધિ તથા શ્રમમાં વિશ્વાસ આ બે વસ્તુઓ કોઈપણ માણસને મહાન બનાવે છે. ઉત્તમ ગુણો અપનાવવાથી હલકો માણસ પણ મહાન બની જાય છે. નિરંતન લગન, સાવધાની તથા સમયનો સદુપયોગ નાનાને પણ મોટો બનાવી શકે છે, હીન મનુષ્યને પણ કુલીન બનાવી શકે છે.
અખંડજ્યોતિ, એપ્રિલ-1942 પેજ-14
પ્રતિભાવો