દ્રષ્ટિને ગુણગ્રાહક બનાવો :
April 10, 2009 Leave a comment
દ્રષ્ટિને ગુણગ્રાહક બનાવો :
આપણે જેના દોષ જોવા બેસીએ છીએ એનામાં અનેક દોષ દેખાય છે. એમ લાગે છે કે આ માણસ યા પદાર્થમાં દોષો જ ભરેલા છે. એનામાં બૂરાઈઓ જ ભેગી થયેલી છે. પરંતુ જ્યારે ગુણગ્રાહક દ્રષ્ટિથી નિરિક્ષણ કરીએ છીએ ત્યારે દરેક પ્રાણી યા પ્રદાર્થમાં અનેક સારી બાબતો, ઉત્તમતા તથા વિશેષતા જણાય છે.
વાસ્તવમાં સંસારનું દરેક પ્રાણી તથા પદાર્થ ત્રણ ગુણોથી બનેલાં છે. તેમનામાં કેટલીક બૂરાઈઓ હોય છે તેમ કેટલાંક સારાં પાસાં પણ હોય છે. તેનાં ઉત્તમ તત્વોનો લાભ ઉઠાવવો કે દોષો જોઈને દુ:ખી થવું તે આપણા હાથમાં જ છે. આપણા શરીરમાં કેટલાંક અંગો ખૂબ સુંદર હોય છે, પણ કેટલાક એવાં ગંદાં અને કુરૂપ હોય છે કે એમને ઢાંકી રાખવાં પડે છે.
આ ગુણ તથા દોષમય સંસારમાંથી જો આપણે ઉપયોગી તત્વોને શોધીએ, એમને પ્રાપ્ત કરીએ તથા એમની સાથે વિચરણ કરીએ તો આપણું જીવન સુખમય બની શકે છે. બૂરાઈઓમાંથી બોધપાઠ મેળવીએ, સાવધાન બનીએ, તેમનાથી દૂર રહીએ અને એમનું નિવારણ કરવાનો પ્રયત્ન કરીએ તો બૂરાઈઓ પણ આપણા માટે મંગલમય બની શકે છે. ચતુર મનુષ્ય એ છે કે જે બૂરાઈઓમાંથી લાભ મેળવી લે છે. ગુણગ્રાહક દ્રષ્ટિને જાગૃત કરીને આપણે દરેક પરિસ્થિતિનો લાભ ઉઠાવી શકીએ છીએ.
અખંડજ્યોતિ, એપ્રિલ-1948 પેજ-1
પ્રતિભાવો