આત્મસુધારની એક નવી યોજના :
April 11, 2009 Leave a comment
આત્મસુધારની એક નવી યોજના :
આત્મસુધારની એક નવી યોજના એ છે કે પોતાના વ્યક્તિત્વની ગૂંચવણોને ઉકેલો. પોતાનું મનોવૈજ્ઞાનિક વિશ્ર્લેષણ કરો. તમે બજારમાંથી કોઈ મશીન ખરીદો છો ત્યારે દુકાનદારને એની વિશેષતાઓ પૂછો છો, પરંતુ દુ:ખની વાત એ છે કે મનુષ્યરૂપી આ મહાપ્રતાપી શક્તિપુંજ એવા શરીરની વિશેષતાઓ વિશે આપણે જાણતા નથી.
આપણા મસ્તકના અણુએ અણુમાં વિવિધ પ્રકારની શક્તિઓનો જે ખજાનો ભરેલો છે તેના વિષે તથા આપણા ગુપ્ત મનમાં વિવિધ પ્રકારના વ્યાપાર થાય છે એમના વિષે આપણને જ્ઞાન નથી. મનુષ્યની શક્તિ અનંત છે. તે ભૌતિકતાની સીમાને પાર કરીને આધ્યાત્મિકતાની સહાયથી ઊર્ધ્વગામી બને છે. આપણે પોતે જ આપણા વિકાસને અવરોધીએ છીએ, આગળ વધતા અટકી જઈએ છીએ, વિકાસ કરતા નથી. નવું જ્ઞાન અને પરાશક્તિના પ્રકાશ તરફથી નજર હટાવી લઈએ છીએ.
પહેલાં તમારી શક્તિઓ, વિશેષતાઓ અને યોગ્યતાઓને જુઓ. યોગ્યતામાં વધારો કરવા માટે અધ્યયન અને પરિશ્રમ કરવાં જરૂરી છે.
જો તમે યોગ્યતા વધારવા માગતા હો તો બે શત્રુઓની સાવધાન રહો.
(1) નિરાશનો ત્યાગ કરો અને
(2) અસફળતાથી હતાશ ન થશો.
એમ થવાથી ઉન્નતિના માર્ગમાં કાંટા પથરાય છે. સાવધાન, આત્મપ્રેરણાથી મુશ્કેલીઓને પાર કરીને આગળ વધો. જો એકબેવાર સફળતા ન મળે તો પણ પ્રયત્ન છોડશો નહિ, અડગ રહો.
અખંડજ્યોતિ, એપ્રિલ-1950 પેજ-24
પ્રતિભાવો