જેવો પિતા તેવો પરિવાર : ૧. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
April 11, 2009 Leave a comment
જેવો પિતા તેવો પરિવાર : ૧. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પિતાનું મહત્વ ઘણું વધારે છે. પ્રત્યેક પરિવાર અનુકરણનો દાસ છે. એટલે પિતાની રહેણીકરણી, વિચારો અને આદતો અનુસાર બાળકની આદતોનું નિર્માણ થાય છે, જેથી માતા અને પિતા દરેક રીતે આદર્શ રહે. પોતાના જીવનનો કોઈ પણ દોષપૂર્ણ પક્ષ પરિવારની સામે ન લાવે. આદર્શ પિતાનું કુટુંબ જ સુખી સમૃદ્ધ અને પ્રગતિશીલ બની શકે છે.
ઘરનું વાતાવરણ બનાવનાર બીજાં પણ તત્વો છે. પહેલાં ઘરની દીવાલો પર લટકાવેલા ફોટાઓને જ લો. જો આ ચિત્રો અશ્ર્લીલ, કામોત્તેજક, હલકા-શૃંગારપૂર્ણ જીવન કે સિનેમાની અભિનેત્રીઓને લગતાં હશે, તો પરોક્ષ રીતે ઘરનું વાતાવરણ ગંદું થતું રહેશે. એનો પ્રભાવ મોટાં થતાં બાળકોના ચરિત્રમાં પ્રગટ થઈ જશો. એ જ રીતે જે કુટુંબમાં ગંદી બીભત્સ ગાળો બોલવાના, બાળકો કે નોકરોને મારવા-કૂટવાનો, દુ:ખી કરવાનો રિવાજ હશે, તેમનાં બાળકો દુષ્ટ અને ક્રૂર સ્વભાવનાં થતાં જશે. પોશાકનો ભપકો, અધિક શૃંગાર, પાઉડર, સેન્ટ, અત્તર, સુગંધીદાર તેલ લગાવીને સજ્જ થઈ નીકળનારા પરિવારોનાં બાળકો ઉદ્દંડ અને કામુક પ્રકૃતિનાં બનશે. જેવું ઘરનું વાતાવરણ હશે એવા જ સંસ્કાર બાળકોમાં આવશે.
પિતાએ પોતાની મહાન જવાબદારી સમજવી જોઈએ અને સ્વાધ્યાય, મનન, ચિંતન અને સેવાભાવનાનાં બીજ કુટુંબના સભ્યોમાં પણ વાવવા જોઈએ. પિતા જ પ્રથમ શિક્ષક અને માર્ગદર્શક છે. તેણે ઉત્સાહી, મિલનસાર, ભાવુક, પરોપકારી, ખૂબ પરિશ્રમી, અડગ વિશ્વાસી, વ્યવહાળ કુશળ સાચા સમાલોચક અને વિનોદી હોવું જોઈએ. જેવી સંલગ્નતાથી સાચા સમાલોચક અને વિનોદી હોવું જોઈએ. જેવી સંલગ્નતાથી તે પવિત્ર જીવન વ્યતિત કરશે તેવી જ પરોપકારિતા પિતૃભક્તિ અને મૃદુતાથી તેનું કુટુંબ તેના પગલે પગલે ચાલશે.
પ્રતિભાવો