સંયુકત રહેવું કે અલગ થઈ જવું ? : ૨. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
April 12, 2009 1 Comment
સંયુકત રહેવું કે અલગ થઈ જવું ? : ૨. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
સહયોગની ભાવના મનુષ્યજાતિની પ્રગતિનું મૂળ કારણ છે. આપણી એકતા, શક્તિ, સામાજિકતા, મૈત્રી ભાવના તથા સહયોગ પરાયણતા જ આપણી આધુનિક સભ્યતાનો મૂળ મંત્ર છે. સંસ્કૃતિની શરૂઆતમાં મનુષ્યોને એકબીજાને સહયોગ આપ્યો, પોતાની સ્થૂળ અને સૂક્ષ્મ શક્તિઓને એકબીજા સાથે મેળવી. આ સંગઠનથી એમને એવી શક્તિ અને સુવિધાઓ પ્રાપ્ત થયાં જેના કારણે અનેક હિંસક પશુઓ પર મનુષ્યનું આધિપત્ય સ્થપાઈ ગયું. બીજાં પ્રાણીઓ જે સાધારણ રીતે શારીરિક દ્રષ્ટિએ મનુષ્ય કરતાં કંઈક વધુ સક્ષમ હતાં તેમ છતાં આ મૈત્રીભાવના તથા સામૂહિક યોગ્યતાના અભાવે તેઓ જ્યાં ના ત્યાં જ અવિકસિત પડી રહ્યાં. એમની શક્તિઓ, ભિન્ન, વિભાજિત અને અસંગઠિત રહી. સંઘશક્તિનો ઉદ્ભવ તેમનામાં થઈ શક્યો નહીં.
આ જ વાત કુટુંબના સંબંધમાં પણ છે. તેવાં જ કુટુંબ પ્રગતિ કરી શકે છે કે જેનામાં પરસ્પર સહયોગ, સંગઠન, એકતા તથા પારસ્પરિક સદ્દભાવ રહે છે. મોટા શેઠ, શાહુકારો કે સંસ્થાઓનું નિરીક્ષણ કરતાં જણાશે કે તેમની પ્રગતિના મૂળમાં તેમનું સંગઠન જ છે. વિદ્યુત, અગ્નિ, ગેસ તથા વરાળની જેમ જનશક્તિ પણ એક થઈને અનેકગણી અભિવૃદ્ધિ કરી શકે છે.
વ્યક્તિવાદના સ્થાને સમૂહવાદની પ્રતિષ્ઠા કરવાની જરૂરિયાત સંસાર બનાવી રહ્યા છે. અરે, એટલે સુધી કે ખરાબ વ્યક્તિઓ પણ ખરાબ કામો માટે ઘનિષ્ઠ સંઘો બનાવીને અનિચ્છનીય સાહસિક કાર્યો કરી રહ્યા છે.
૬૩ ટકા સંયુકત ૧૮ ટકા વિભકત ૧૨ ટકા એકલા રહેવું ગમે છે ૦૯ ટકા કંઈ કહેવું નથી. આનંદો!
‘પરિવારો તૂટી રહ્યાં છે, વિભકત કુટુંબો આકાર લઇ રહ્યાં છે…’
આ વાતોને ગુજરાતીઓ ખોટી પાડે છે!
LikeLike