માતાનો પ્રભાવ : ૧૦. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
April 14, 2009 1 Comment
માતાનો પ્રભાવ : ૧૦. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
માતા સ્નેહની સાક્ષાત્ મૂર્તિ છે. તેની ભાવનાઓ અને ધાવણ ધવડાવવી વખતની આકાંક્ષાઓથી આપણા મનોજગતનું નિર્માણ થાય છે. માતા બાળપણમાં જેવી વાર્તાઓ, આપવીતી, ટુચકા અથવા બીજી વાતો સંભળાવ્યા કરે છે તે બાળકના અંત: પ્રદેશમાં પ્રવેશીની ગ્રંથિઓનું નિર્માણ કરે છે. માતાનાં હાલરડા વિશેષ પ્રભાવશાળી હોય છે. બાળક અર્ધનિદ્રામાં નિમગ્ન રહે છે. માતા હાલરડું ગાતાં ગાતાં એને સુવડાવે છે. આ એક પ્રકારની આત્મપ્રેરણા છે, જે ધીરે ધીરે એના નિર્માણ થઈ રહેલા ગુપ્ત મન પર પ્રભાવ પાડે છે. એનાથી એનું મન: સંસ્થાન ઘડાય છે. માતાની પૂજા એક એવું આધ્યાત્મિક સાધન છે કે જેનાથી મનને શાંતિ મળે છે. માતા પણ પુત્રને એટલી માત્રામાં નમાવે છે કે જ્યાં સુધી તેના “અહં” ને ઠેસ ન લાગે. તે પુત્ર માટે મહાન ત્યાગ કરવા તત્પર રહે છે, પછી પુત્ર માટે તે જે કંઈ પણ કરે છે તે ઓછું જ ગણાશે.
પંડિત રામચંદ્ર શુક્લનો મત શ્રેષ્ઠ છે. તેઓ લખે છે –
“માતાપિતાના ત્યાગનું તેમના બહોળા અનુભવનું, એમના દુ:ખોનું જે પુત્રે માટે વેઠયા છે તેનું પુત્રે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. પુત્રે પિતાના સ્વાભાવિક ‘વડપણ’નો સ્નેહપૂર્વક મુક્ત મનથી સ્વીકાર કરવો જોઈએ. ઘણાખરા એવા પુત્રો હોય છે કે જે સાવ ખરાબ, ભ્રમિત અને સ્નેહશૂન્ય તો હોતા નથી પરંતુ તેઓ પોતાના પિતા સાથે માન-મર્યાદાનો ભાવ છોડી દઈને એવા પ્રકારનો હળવા-મળવાનો વ્યવહાર રાખે છે કે જાણે તે એનો ઘનિષ્ઠ સગો (સ્નેહી) હોય. તેઓ તેની સાથે ચાલુ બજારુ ભાષામાં વાતચીત કરે છે અને એટલું સન્માન પણ નથી બતાવતા કે જેટલું એક અજાણ્યા માણસ પ્રત્યે બતાવે છે. આ બેઅદમી તિરસ્કાર કરતાં પણ ભૂંડી છે.
દાદા ધર્માધિકારીનું ‘વિચાર ક્રાંતિ’ પુસ્તકની યાદ આપી
આપના આ અભિયાન બદલ-“પંડિત રામચંદ્ર શુક્લનો મત શ્રેષ્ઠ છે. તેઓ લખે છે – “માતાપિતાના ત્યાગનું તેમના બહોળા અનુભવનું, એમના દુ:ખોનું જે પુત્રે માટે વેઠયાં છે તેનું પુત્રે હંમેશા ધ્યાન રાખવું જોઈએ.”
ધન્યવાદ્
LikeLike