સંતાનો સાથે આપણો વ્યવહાર ૧૨. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
April 16, 2009 1 Comment
સંતાનો સાથે આપણો વ્યવહાર ૧૨. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
ઈશ્વરે જે સંતાનો તમને આપ્યાં છે તે અનેક જન્મોના વરદાન અને ઉપહાર સ્વરૂપે પ્રાપ્ત થયાં છે. એમને પરમેશ્વરનો અનુગ્રહ માની સ્વીકારવા જોઈએ. સંતાનો પ્રત્યે સાચો અને નિષ્કપટ પ્રેમ કરવો જોઈએ. જોકે એ ખોટાં લાડ કે ખોટો સ્નેહ ન હોવો જોઈએ અપ તમારી સ્વાર્થ-પરાયણતા અને મૂર્ખતાથી પેદા થઈ તેમનાં જીવનને નષ્ટ કરી દે.
તમે એ કદી ન ભૂલો કે તમારા ઘરમાં પદાર્પણ કરનાર તમારા આત્મસ્વરૂપ આ બાળકો ભાવિ નાગરિક છે, જે સમાજ અને દેશનું નિર્માણ કરવાનાં છે. ઈશ્વર તરફથી તમારું એ કર્તવ્ય છે કે એમની સારા શિક્ષણ, શિષ્ટતા તથા સંસ્કારોની સમસ્યાઓમાં પૂરતો રસ લો.
તમે તમારાં સંતાનોને કેવળ જીવનના સુખ અને ઇચ્છાપૂર્તિ માત્રનું જ શિક્ષણ ન આપો, પરંતુ એમને ધાર્મિક જીવન, સદાચાર કર્તવ્યપાલન અને આધ્યાત્મિક જીવનનું શિક્ષણ પણ આપો. આ સ્વાર્થમય સમયમાં એવા માતાપિતા ખાસ કરીને ધનિકોમાં તો ભાગ્યે જ જોવા મળશે કે જે સંતાનોના શિક્ષણને ઠીક ઠીક ન્યાય આપી શકે.
તમારા ઘરનું વાતાવરણ જેવું હશે તે જ બીબામાં ઢળાઈને તમારા સંતાનોનાં મન:સંસ્થાન, આદતો અને સાંસ્કૃતિક સ્તરનું નિર્માણ થશે. જો તમે પોતાનાં સંતાનો પાસેથી કેવી રીતે આશા રાખો છો કે તેઓ તમારા પ્રત્યે પ્રેમ દર્શાવશે ? જ્યારે તમે પોતાના મનને વિષય-વાસના, આનંદ પ્રમોદ અને કુત્સિત ઇચ્છાઓમાં જતું રોકી નથી શકતા, તો ભલા તેઓ કામુક અને ઈન્દ્રિય લોલુપ કેમ નહીં થાય ? જો તમે માંસ-મદિરા અથવા અન્ય અભક્ષ્ય પદાર્થોનું સેવન કરતા હો તો તેઓ ભલા કેવી રીતે પોતાની પ્રાકૃતિક પવિત્રતા અને દૂધ જેવી નિષ્કલંકતા સુરક્ષિત રાખી શકશે? જો તમે પોતાની અશ્ર્લીલ અને નિર્લજ્જ ટેવો, ગંદી-બીભત્સ ગાળો, અશિષ્ટ વ્યવહાર વગેરે નથી છોડતા તો ભલા તમારાં બાળકો ગંદી આદતો કેવી રીતે છોડી શકશે ?
તમારા શબ્દો, વ્યવહાર,દૈનિક કાર્ય, ઊંઘવું, જાગવું, ઊઠવું, બેસવું વગેરે એવા બીબાં છે કે જેમાં એમની મુલાયમ પ્રકૃતિ અને ટેવોને ઢાળવામાં આવે છે. તેઓ તમારી દરેક હિલચાલ બારીકાઈથી જોઈને તેનું અનુકરણ કરે છે. તમે એમની સામે મૉડલ, નમૂનો યા આદર્શ છો, જેના નજીક તેઓ પહોંચી રહ્યાં છે. એટલે તમારાં સંતાનો મનુષ્ય બને કે મનુષ્ય આકૃતિવાળાં નરપશુ તેનો આધાર તમારા ઉપર જ છે.
ગમે તેમ વર્તન કરતા,
ભયજનક રીતે વાહન ચલાવતા,
અભદ્ર ભાષા બોલતા,
અપમાનજનક વ્યવહાર કરતા, …
પણ આવું અમર્યા’ છાટકાપણું આપણો જ પુત્ર વર્તનમાં ’ેખાડતો હોય અને એથી આપણે જ અજાણ હોઈએ તે … સમયની સાથે રહેવા માંગનાર આ સંતાનો સમય સાથે જોડાયેલી અન્ય બાબતોની સ’ંતર ઉપેક્ષા કરે છે
LikeLike