જિંદગીમાં આનંદનું સર્જન કરો
April 19, 2009 Leave a comment
જિંદગીમાં આનંદનું સર્જન કરો
ઊઠો, તમારી ચારેય બાજુ નવજીવનનાં બીજ વાવો, પવિત્ર વાતાવરણનું નિર્માણ કરો. જો તમે બીજાઓ સાથે દગો કરશો, જુઠૂં બોલશો, ષડ્યંત્ર રચશો, ઠગશો તો તેનાથી તમારું પોતાનું જ પતન થશે. તમે પોતાના જ હલકા, તુચ્છ અને નીચ સાબિત કરશો. તમારી બધી શક્તિઓ ખર્ચીને પણ બીજાનું બહુ અનિષ્ઠ કરી શકો નહિ, પરંતુ એ હરકતોથી તમારો પોતાનો સર્વનાશ અવશ્ય કરી શકો છો.
ઈમાનદારીને વળગી રહો અને યોગ્ય સાધનો દ્વારા તમારી ઉન્નતિ માટે પ્રયત્ન કરો. તમારી તાકાતને સંસારની સામે પ્રગટ કરો, કારણ કે બળવાનોને જ સુખી, ઉન્નતિશીલ જીવન જીવવાનો અધિકાર છે. જો તમે તામારી શક્તિનો પૂરાવો રજૂ નહિ કરી શકો તો દુનિયા તમને એક નિ:સહાય, અનાથ, દુર્બળ, અને અભાગિયો માનશે અને તમારા નામની સાથે બિચારાની ઉપાધી જોડી દેશે.
તેથી હું કહું છુ કે સંધર્ષ કરો. જીવતા રહેવા માટે તથા પોતાના અધિકારો પ્રાપ્ત કરવા અને એમનું રક્ષણ કરવા માટે સંધર્ષ કરો. વિશ્વાસ રાખો, આ આત્મોન્નતિના ધર્મયુદ્ધમાં તમને એ આનંદ મળશે કે જે દુનિયાની બીજી કોઈ વસ્તુથી મળતો નથી. મરેલાંની જેમ જીવવા કરતા એક વીરનું થોડીક ક્ષણો માટે જીવવું પણ વધારે સારું છે.
અખંડજ્યોતિ, ફેબ્રુઆરી- 1945 પેજ-46
પ્રતિભાવો