શક્તિનો સંચય કરો
April 19, 2009 Leave a comment
શક્તિનો સંચય કરો
જીવન એક પ્રકારનો સંગ્રામ છે. એમાં ડગલેપગલે વિપરીત પરિસ્થિતિઓ સામે તથા મુશ્કેલીઓ સામે લડવું પડે છે. મનુષ્યે અનેક વિરોધી તત્વોને ચીરીને પોતાની યાત્રા ચાલું રાખવી પડે છે. જ્યાં પર નજર નાખીને ત્યાં આપણે શત્રુઓથી ઘેરાયેલાં છીએ એવું લાગશે. “ દુર્બળ લોકો સબળ લોકોનો ખોરાક છે” આ કડવા સત્યનો લાચાર થઈને સ્વીકાર કરવો પડે છે. મોટી માછલી નાની માછલીને ગળી જાય છે. મોટાં વૃક્ષો આસપાસનાં નાના છોડવાઓનો ખોરાક ખેંચી લે છે અને તેથી પેલા નાના છોડવાઓ મૃત્યુના મુખમાં પહોંચી જાય છે. નાનાં જીવડાંને પક્ષીઓ ખાય જાય છે અને એ પક્ષીઓને બાજ જેવાં મોટા પક્ષીઓ મારી ખાઈ છે. ગરીબ લોકોનું અમીરો શોષણ કરે છે અને બળવાન દુર્બળને સતાવે છે.
આ બધી બાબતો પર વિચાર કરતાં આપણે એક જ નિર્ણય પર પહોંચવું પડે છે કે જો આપણે સબળ લોકોનો શિકાર ન બનવું હોય તો દુર્બળતા દૂર કરીને આપણે એટલી શક્તિનો સંચય તો અવશ્ય કરવો જોઈએ કે કોઈ આપણને નષ્ટ ન કરી નાખેં.
સાંસારિક જીવનમાં પ્રવેશ કરતાં એક વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે ફક્ત જાગરૂક અને બળવાન લોકો જ આ દુનિયામાં આનંદમય જીવનના અધિકારી બની શકે છે.
અખંડજ્યોતિ, ઓગષ્ટ- 1945 પેજ-169
પ્રતિભાવો