માનવ દેહનો સદુપયોગ
April 21, 2009 Leave a comment
માનવ દેહનો સદુપયોગ
આ શરીર જ ઈન્દ્રિયોના સ્વામીનું નિવાસસ્થાન છે એને તેમાં રહીને તે એવાં સુકર્મો રૂપી ઉત્તમ પાકની ખેતી કરે છે કે જેના વડે આ જીવન સુખશાંતિથી છવાઈ જાય. જો મનુષ્ય આ ઉપદેશનું પાલન કરશે, માનવદેહને ખોટા ભોગવિલાસમાં ન વેડફતાં તેનાં દ્વારા ઉત્તમ કાર્ય કરવાનું ધ્યાન રાખશે તો ચોક્કસ જ તેનું જીવન ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરશે અને તે સાંસારિક પાપ-પીડાઓથી અલગ થઈને લોકપરલોકમાં સુખશાંતિ તથા યશનો ભાગીદાર બની શકશે.
તે પોતાના પુરુષાર્થ દ્વારા આ લોકની સુખ સુવિધાઓને જ પ્રાપ્ત નહિં કરે, પરંતુ પરલોકને પણ સુધારી લેશે. ભગવાને વધારે નહિં, તો એટલી શક્તિ તો પ્રત્યેક પ્રાણીને આપી છે કે તે સંસારમાં સ્વાવલંબનપૂર્વક જીવનનિર્વાહ કરી શકે. જો તેમાં કોઈ અસફળ રહે તો આપણે એમ સમજી લેવું જોઈએ કે તે માનવદેહનો યોગ્ય ઉપયોગ નથી કરી રહ્યો અને કર્તવ્યથી દૂર રહીને બીજાઓની મહેનતના આધારે જીવન વિતાવવાં માંગે છે. જ્યારે તેમાં અડચણ પડે છે ત્યારે તે આખા સંસારનો દોષ કાઢે છે અને પોતાનો બધો જ દોષ બીજાઓને માથે નાખવાનો પ્રયત્ન કરે છે.
અખંડજ્યોતિ, ઓગષ્ટ- 1959 પેજ-27
પ્રતિભાવો