મનને સુધારો – તે સુધરી જશે

મનને સુધારો – તે સુધરી જશે

પવિત્ર વિચારોથી મન પર ઈચ્છિત સંસ્કારો પડે છે, તેનું શુદ્ધિકરણ થાય છે અને તેમાં ઊર્ધ્વગામી બનવાની રુચિ પુન: ઉત્પન્ન થાય છે. મન મનુષ્યના મનોરથોને પૂરા કરનારો સેવક છે. મનુષ્ય જેવી ઈચ્છા કરે છે તે પ્રમાણે મન તરત જ કરવા લાગે છે અને તે પ્રકારની પરિસ્થિતિનું સર્જન કરવા લાગે છે. મન તમારો સૌથી વિશ્વાસુ મિત્ર અને હિતકારી બંધુ છે.

એ સાચું છે કે ખરાબ વિચારોનો ત્યાગ કરવો શ્રમસાધ્ય અવશ્ય છે, પરંતુ અસાધ્ય નથી. વિકૃતિઓના પ્રમાણમાં જ સદ્દપ્રયાસો કરવાની આવશ્યકતા છે. લાંબા સમયથી પાળેલી વિકૃતિઓ જેટલી જૂની હશે તેટલા જ ત્વરિત અને દ્રઢ અભ્યાસની આવશ્યકતા પડશે. અભ્યાસમાં લાગ્યા રહો. એક-બે વર્ષ જ નહિં, જીવનની અંતિમ ક્ષણ સુધી લાગ્યા રહો. વિકૃતિઓ સામે હાર માનીને  બેસી રહેતી વ્યક્તિ જીવનમાં કોઈ પ્રકારની સફળતા મેળવી શકતી નથી.

મનના મનનાં શુદ્ધિકરણ માટે તેને પોતાને અનુકૂળ બનાવવામાં કેવળ વિચારશક્તિ જ નહિં, પરંતુ પોતાની કર્મશક્તિને પણ જોડો. જે કલ્યાણકારી વિચારનું સર્જન કરો તેને આચરણમાં પણ ઊતારો.

અખંડજ્યોતિ, જાન્યુઆરી- 1966  પેજ-10

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to મનને સુધારો – તે સુધરી જશે

  1. Sapana says:

    Satya kathan!

    Sapana

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: